Main Menu

અમરેલીના દિવાના શ્રી પરેશ ધાનાણી કહે છે કે, જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા ! ની હાર પણ અમરેલીમાં અને જીત પણ અમરેલીમાં

અમરેલીમાં શ્રી બાવકુભાઇ ઉંધાડ સામે કિંમતી આગેવાનને મેદાનમાં ઉતારી કોંગ્રેસ કોઇ જોખમ લેવા ન માંગતી હોવાની ચર્ચા સાથે દિવસભર અફવા ઉડી હતી
અમરેલી,
આજે મંગળવારે આખો દિવસભર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્‍ય શ્રી પરેશ ધાનાણીને સુરતમાં લડાવવા ચાલેલી અફવાઓનું ખંડન કરતા અમરેલીના દિવાના એવા શ્રી પરેશ ધાનાણીએ અવધ ટાઇમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે, જીના યહા મરના યહા ઇસકે સિવા જાના કહા ! મારી હાર પણ અમરેલીમાં અને જીત પણ અમરેલીમાં જ હશે જીના યહા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર અને દિગ્‍ગજ આગેવાન શ્રી બાવકુભાઇ ઉંધાડ સામે કોંગ્રેસના મુખ્‍યમંત્રી પદના દાવેદાર એવા કિંમતી આગેવાનને મેદાનમાં ઉતારી કોંગ્રેસ કોઇ જોખમ લેવા ન માંગતી હોવાથી તેને સુરતમાં લડાવવા બે આગેવાનો આતુર હોવાના ચર્ચા સાથે દિવસભર અફવા ઉડી હતી.