Main Menu

અમરેલીમાં કોંગ્રેસના શ્રી પરેશ ધાનાણીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન

અમરેલી,
અમરેલી શહેરની માનવમેદની અને અમરેલી શહેર કોંગ્રેસના દિગ્‍ગ્‍જ આગેવાનોની ઉપસ્‍થિતિમાં અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીના મઘ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું.
ભગવાન સત્‍યનારાયણની કથા સાથે કોંગ્રેસના અમરેલી, કુંકાવાવ, વડીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમયે લોકો ઉમટયાં હતાં અને અમરેલી શહેર કોંગ્રેસે એક સુરે શ્રી પરેશ ધાનાણીને લીડ અપાવવા માટે પ્રતિજ્ઞા કરી હતી.
શ્રી પરેશ ધાનાણી અને શ્રી શરદ ધાનાણી સજોડે ભગવાન સત્‍યનારાયણની પુજામાં બેઠા હતાં.
કાર્યાલયના ઉદ્દઘાટન સમયે શહેરના તમામ વર્ગના વડીલો અને યુવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.« (Previous News)