Main Menu

લાઠીમાં શ્રી વિરજીભાઇને વિજયી બનાવો : શ્રી રાહુલ ગાંધી

અમરેલી અને સાવરકુંડલામાં સભા સંબોઘ્‍યા બાદ આજે રાહુલ ગાંધીએ લાઠીમાં સભા યોજી હતી અને પાસની જય સરદાર લખેલી ટોપી ધારણ કરી હતી અને જય સરદાર, જય ભવાની, જય ભીમના નાનારા પોકાર્યા હતા તેમજ પોતાના ભાષણમાં વડાપ્રધાન અને ભાજપ અઘ્‍યક્ષ અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા હતા.
અમરેલીમાં રાત્રી રોકાણ અને સવારનું શીરામણ કર્યા બાદ કોંગ્રેસના ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધી આજે લાઠી પહોચ્‍યા હતા અને કલાપી તીર્થ નજીક મેદાનમાં જાહેરસભા સંબોધી હતી. આ સભાં રાહુલ ગાંધીએ પાસની જય સરદાર લખેલી ટોપી ધારણ કરી હતી અને જય સરદાર, જય ભવાની, જય ભીમના નારા બોલાવીને પોતાના પ્રવચનની શરુઆત કરી હતી. રાહુલે જણાવ્‍યું કે, મેં જોયું કે આ પ્રદેશમાં દરેક સમાજના લોકો આંદોલન કરી રભ છે. પાટીદાર હોય, અદિવાસી હોય, દલીત સમાજ હોય બધા જાંદોલન કરે છે. પ થી10 લોકોછે જે આંદોલન નથી કરતા, તે હવાઇ જહાજમાં ઊડનારા છે, મોદીના મિત્ર છે. કોઇને નેનોના નામે 3પ જાર કરોડ આપ્‍યા, કોને 1 રુપિયાના પાણીના બહવે કિંમતી જમીન આપી દીધી. વીજળી આપી, પાણી આપ્‍યું. લોકો પોતાનો હક્ક અમગે તોમળતો નથી અને ઉદ્યોગપતિને મળે છે.
યુપીએના સમયે 3પ હજાર કરોડ મનરેગામાં ફાળવીને અનેક લોકોને રોજગારી આપી,17 હજાર કરોડની રકમથી આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરી દીધું. જેટલા પૈસા અમે મનરેગામાં નાખ્‍યા તેટલા પૈસા મોદીએ ટાટા ફેક્‍ટરીને નેનો પ્‍લાન્‍ટ માટે આપ્‍યા. પાંચ ગામોની પૂરેપૂરી જમીન ફાળવી દીધી. તેને ર4 કલાક વીજળી મળે છે. તેના કર્જા અમફ કર્યા. અત્‍યારે ક્‍યાં તમને બજારમાં નેનો જોવા મળે છે? અતયરે મગફળીના અને કપાસના શું બહવ છે? યુપીએની સરકાર સમયે શું ભાવ હતા? મોદીએ ર000નો ભવ આપવાનો વાયદો કર્યો હતો પણ આજે કોંગ્રેસાન શાસન કરતા પણ ઓછા ભાવ મળે છે. ખેડૂતોએ પોતાની સમગ્ર મૂડી રોકી હતી. તેમને નુકસાન થાય તો વળતર મળતું નથી.
તેમણે કભ્‍ું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વગર કોઇ કામ થતુ નથી. મોદીએ નોટબંધી કરી, બધાને લાઇનમાં ધભા રાખી દીધા.
પણ ઉદ્યોગપતિઓને કોઇએ લાઇનમાં ધભા રહેતા જોયા છે? તેમણે પાછલા બારણેથી કરોડોના કાળાનાધોળા કરાવી લીધા. તે કહે છે કે 8મી નવેમ્‍બરે ભ્રષ્ટાચાર પર જબરદસ્‍ત ચોટ મારી પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો છે. કોલેજમાં શિક્ષણ મોંઘુ થયું અને રોજગારી મેળવવા માટે ભણવું આવશ્‍યક છે અને એ માટે પૈસા આવશ્‍યક છે. ખેડૂતોનું દેવું માફ કરવાની આત કરીએ તો નાણા પ્રધાન અરુણ જેટલી કહે છે કે એ અમારી પોલીસી નથી. ઉદ્યોગપ્તિઓનેઆપવાની પોલીસી છે.
વડાપ્રધાનની નજર સામે જ અમિત શાહના પુત્ર જય શાહે પ0 હજારના 80 કરોડ કર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત પીપાવાવ ડીફેન્‍સમાં ઉદ્યોગપતિને કરોડોનો યુદ્ધ જહાજનો કોન્‍ટ્રાક્‍ટ આપવા બાબતે પણ તેમને ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા.« (Previous News)