Main Menu

ખાંભા તાલુકાના ગામડાઓમાં શ્રી હિરાભાઇનો ઝંઝાવાતી પ્રવાસ

રાજુલા,
જાફરાબાદના વિવિધ ગામડાઓનો ઝંઝાવાતી પ્રયાસ ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્‍યો છે ગ્રામ્‍ય વિસ્‍તારો હાલ આગેવાનો ખુંદી રહયા છે.
આજે જાફરાબાદના વિવિધ ગામો નાના બારમણ, મોટા બારમણ, ભુંડણી, મુંજીયાસર, જીવાપરા કાતરપરા,સમઢીયાળા-2, નેસડી-2, રાણીંગપરા, ત્રાકુડા, નિંગાળા-2, વાંગધ્રા, જામકા સહિતના ગામોનો આ જે ઝંઝાવાતી પ્રવાસ કરવામાં આવ્‍યો હતો જેમાં ગ્રામજનોએ આવકાર આપ્‍યો હતો. આ ગામડાઓમાં આગેવાનો દ્વારા 50 હજારની લીડથી હિરાભાઇ સોલંકીને ચૂંટી કાઢવા કોલ આપ્‍યો હતો અને કોહિનુર હિરો ગુમાવતા નથી માંગતા અને જંગી બહુમતીથી વિજયી બનાવવા વચન આપ્‍યું હતું કચરાભાઇ, મયુરદાદા દવે, કમલેશ મકવાણા, જીજ્ઞેશ પટેલ, પીઠાભાઇ નકુમ, નટુદાદા, બાબુભાઇ મકવાણા, નાથભાઇ વાઘ, નિતિનભાઇ જાની, વલ્‍કુભાઇ બોસ, શુકલભાઇ બલદાણીયા, છગનભાઇ છોટાળા સહિતના જોડાયા હતાં. 50 હજારની લીડથી હિરાભાઇને ચૂંટી કાઢવા કોલ આપ્‍યો હતો અને કોહીનુર હિરો ગુમાવતાં નથી માંગતા અને જંગી બહુમતીથી વિજયી બનાવવા વચન આપ્‍યું હતું.