Main Menu

તા.6ના હાર્દિક પટેલના ખેડૂત સંમેલન અને મેગા રોડશો માટે આખરી તૈયારીઓ પૂર્ણ

અમરેલી,
આગામી તારીખ 6/12/17 ના બુધવારથી અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલ અમરેલીથી આવી રહયા છે ત્‍યારે વડીયાથી લઇને અમરેલી સુધીના બે મેગા રોડશો તથા બે ઐતિહાસિક ખેડૂત સંમેલનને લઇને જિલ્લા કન્‍વીનર દિનેશભાઇ બાંભરોલીયા પાના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રવક્‍તા હરેશ બાવીશી તથા સહકન્‍વીનર ભુપતભાઇ સાવલીયાના સંકલન તથા નેજાહેઠળ સવારના 10:00 કલાકના વડીયાથી કુંકાવાવ ભવ્‍ય મેગા રોડશો તથા કુંકાવાવ મુકામે બપોરના 1:00કલાકે ખેડૂત સંમેલન. કુંકાવાવથી અમરેલી મેગા રોડશો અને અમરેલીના કામનાથ મંદિરના પટ્ટાંગણમાં સાંજના 4 કલાકના ખેડૂત સંમેલનને લઇને તમામ તૈયારીને આખરી ઓપ આપીને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે જે માટે 30 હજાર પત્રિકા, 1 હજાર બેનર, 40 હજાર ટોપી, 10 હજાર જંડીની વહેંચણી તમામ ગામોમાં થઇ ચૂકી છે.
પ્રવક્‍તા હરેશ બાવીશી અને સહકન્‍વીનર ભુપતભાઇ સાવલીયા દ્વારા મીટીંગોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે જે માટે અનામત આંદોલન સમિતિના શહેર કન્‍વીનરશ્રીઓ જગદીશભાઇ સાવલીયા, પરેશભાઇ પોકળ, શિવલાલભાઇ હપાણી, ભરતભાઇ ચક્નાણી અને તેમની ટીમ રાત-દિવસ આસપાસના ગામડાઓ ખુંદીનેતમામ ગામના તમામ જ્ઞાતિના લોકોને રોડશો તથા ખેડૂત સંમેલનમાં સામેલ થઇને સફળ બનાવવા આમંત્રણ આપી ભારે જહેમત ઉઠાવી રહયા છે.« (Previous News)