Main Menu

ડો.બી.આર.આંબેડકરના પૌત્ર પૂર્વ સાંસદ શ્રી પ્રકાશરાવ આંબેડકર અવધ ટાઇમ્‍સની શુભેચ્‍છા મુલાકાતે

ખાનગીકરણને કારણે સરકારી જોબ ઓછી થતાં દલિત સમાજનું શિક્ષણનું સ્‍તર નીચું ગયું : શ્રી પ્રકાશરાવ આંબેડકર
નોકરી નથી મળવાની તો ભણીને શું કામ છે તેના કારણે શિક્ષણ સ્‍તર ડાઉન થયું : હવે પછી આવનારી પેઢી પોતાની હિત વિચારી શકશે : ઇવીએમથી વોટીંગ શંકાસ્‍પદ
અમરેલી,
ડો.બી.આર.આંબેડકરના પૌત્ર પૂર્વ સાંસદ શ્રી પ્રકાશરાવ આંબેડકર અવધ ટાઇમ્‍સની શુભેચ્‍છામુલાકાતે પધાર્યા હતાં. ત્‍યારે તેમણે એક વાતચીતમાં જણાવ્‍યું હતું કે ખાનગીકરણને કારણે સરકારી જોબ ઓછી થતાં દલિત સમાજનું શિક્ષણનું સ્‍તર નીચું ગયું છે. નોકરી નથી મળવાની તો ભણીને શું કામ છે તેના કારણે શિક્ષણ સ્‍તર ડાઉન થયું અને અત્‍યારસુધી પોતાનું હિત શું છે તે આગેવાનો અને સમાજને સમજાયું નહિં પણ હવે પછી આવનારી પેઢી પોતાની હિત વિચારી શકશે. મહારાષ્‍ટ્રના આકોલા સંસદીય મતવિસ્‍તારના પૂર્વ સાંસદ અને હાલ મુંબઇમાં વકીલાતની પ્રેકટીસ કરતાં શ્રી પ્રકાશરાવ આંબેડકરે જણાવ્‍યું હતું કે યુ.પી.ની ચૂંટણીમાં જયાં-જયાં ઇવીએમનો ઉપયોગ થયો ત્‍યાં ભાજપ સ્‍ટ્રોંગ દેખાયું છે અને બેલેટ પેપરો વપરાયા ત્‍યાં કોંગ્રેસ સ્‍ટ્રોંગ દેખાય છે. ઇવીએમથી વોટીંગ શંકાસ્‍પદ છે અને તેના તમામ મુદ્દાઓ માટે દરેક રાજકીયપક્ષને વ્‍યવસ્‍થિત તાલીમ આપવી જરૂરી છે.