Main Menu

પરસોતમભાઈ રૂપાલાની ધારી ખાતે જંગી જાહેર સભા

અમરેલી,
ભાજપના તેજાબી વકતા એવા કેન્‍દ્રીય કૃષિરાજય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની ધારી ખાતે આજરોજ બપોરના 1ર કલાકે જંગી જાહેર સભા યોજાઈ રહેલ હોઈ, કાર્યકરોમા થનગનાટ અને લોકોમા ભારે ઉત્‍સાહ જામ્‍યો છે. જંગી જાહેર સભામા ઉમટી પડવા ભાજપ આગેવાનોએ અનુરોધ કર્યો છે.
ધારી ખાતે લોહાણા સમાજની વાડી પાસેના પટાંગણમા યોજાનાર જંગી જાહેર સભા માટેની તડામાર તૈયારી કરવામા આવી છે. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, ધારી વિધાનસભા મત વિસ્‍તારમા ભાજપ તરફી ભારે લોકજુવાળજામ્‍યો છે તેવા જ સમયે રૂપાલાની જાહેર સભા યોજાતા સમગ્ર વિસ્‍તારમા કેસરીયો માહોલ ભાજપની ભવ્‍ય જીત ભણી જઈ રહયો છે તેવો લોકજુવાળ જોવા મળી રહયો છે.
ભારતીય જનતા પક્ષના આગેવાનોએ પણ જંગી જાહેર સભામા ઉમટી પડવા લોકોને આહ્‌વાન કર્યુ છે તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.(Next News) »