Main Menu

અમરેલી જિલ્લાના ગામડાઓમાં અમુક જ્ઞાતિઓ બિલકુલ ગાયબ થઇ ગઇ

કાઠીયાવાડ માટે અને કાઠીયાવાડના ગ્રામ્‍ય જીવન માટે અનેક કથાઓ, બનાવો આજે પણ લોકોની વાતોમાં છે. કાઠીયાવાડના બળુકા માનવીઓ જેની રખાવટ મહેમાનગતિ અને શુઘ્‍ધ ખાણીપીણી હવે માત્ર વાતોમાં જ રહે તેવું ભવિષ્‍ય દેખાઇ રહયું છે કારણકે આજથી એક પેઢી અગાઉ પહેલાના જમાનામાં અમરેલી જિલ્લાના ગામડાઓમાં અઢારેય વરણના લોકો રહેતા હતાં પણ હવે ગામડાઓમાં અમુક જ્ઞાતિઓનું અસ્‍તિત્‍વ જ નથી રહયું. અમરેલી જિલ્લાના ગામડાઓમાં અમુક જ્ઞાતિઓ બિલકુલ ગાયબ થઇ ગઇ છે.
જે ગામડાઓમાં લુહારની કોઢ હોય, સોનીની દુકાન હોય, મોચીની દુકાન હોય, દરજીની દુકાન હોય, કાપડીયાની દુકાન હોય, ગાંધીની દુકાન હોય, વાણંદની દુકાન તો હોય જ પણ અત્‍યારે 2000ની નીચેની વસ્‍તી ધરાવતા ગામડાઓમાં તો ઠીક પણ તેનાથી વધુ વસ્‍તી ધરાવતા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી આજે ત્રણ-ચાર જ્ઞાતિઓ તો બિલકુલ રહી જ નથી તે સ્‍થળાંતર કરી ગઇ છે. આજથી પચ્‍ચીસેક વર્ષ પહેલા ગામડામાં ભૂદેવ, વાણીયા, લોહાણા, સોની જેવી જ્ઞાતિઓ રહેતી અને પોતપોતાના વ્‍યવસાય કરતી હતી. પણ 1980ના દાયકામાં સૌરાષ્‍ટ્રમાં બનેલી રાજકીય હત્‍યાઓની ઘટનાઓને કારણેગામડાઓમાં વસતી જનતા પોતાનું અસલામત ગણવા લાગી હતી અને ત્‍યારથી ગામડાઓ છોડી શહેરમાં જવાનું શરૂ થઇ ગયું હતું આમ તો જો કે તેની શરૂઆત 1970ના દાયકામાં સુરત જવા માટેથી થઇ ગઇ હતી.
ગામડાઓમાં યુવાનોને રોજગારીનો પહેલો પ્રશ્‍ન ઉભો થયો હતો કારણકે એક ખેડૂતની 100 વિઘા જમીન હોય અને ત્રણ દિકરા થાય તો 30-30 વિઘાના ટુકડા થાય અને તેને પણ બે-બે દિકરા થાય તો એ 15-15 વિઘા થઇ જાય જેના કારણે આવક ઘટતી જાય આ માટે ખેડૂતે ખેતીના વિકલ્‍પમાં હિરો પસંદ કર્યો સુરત ખેડયું, અમદાવાદ ખેડયું અને ગામડાઓમાંથી પહેલા તબક્કે સાહસીક યુવાનો બહાર નીકળ્‍યાં. આમ છતાં એ સમયે ગામડામાં દરેક વરણના લોકો અને વ્‍યવસાયો હતાં પણ કાળક્નમે થઇ રહેલા શહેરીકરણે ગામડાઓને ભાંગી નાંખ્‍યા હતાં.
આમ છતાં અમરેલીનું વડેરા છે તો ત્‍યાં આજે લોહાણા, સોની જેવી જ્ઞાતિઓનો વ્‍યવસાય છે પણ એમનું બીજું ઘર શહેરમાં હોય આમ અમુક-અમુક ગામડાઓમાં તો પોતાના વ્‍યવસાય ચાલુ રાખી અને રહેવાનું વેપારીઓએ શહેરમાં કરી નાંખ્‍યુ છે. ગામડાઓનો આધાર ગણાતા પટેલ સમાજના તેજસ્‍વી સંતાનો હવે શહેરોમાં છે ગામડાઓમાં ત્રણ હજાર રૂપિયા એક વિઘાના ફાર્મે જમીન વાવી દેવા માટે આપી દેવામાંઆવે છે એક અંદાજ મુજબ અમરેલી જિલ્લાના ગામડાઓમાં અત્‍યારે ખેતીનું કામ સંભાળતા હોય તેવા દાહોદ-ગોધરા અને મઘ્‍યપ્રદેશના ચાર લાખથી વધારે લોકો છે. જેના કારણે કાઠીયાવાડના ગામડાનું ગામડાપણુ ં તેની અસલ લિજજત અને લહેકો રહયા નથી.અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓની હાલત અત્‍યારે એવી છે કે, દર વર્ષે ગામડામાં 10 ડેલીએ તાળા લાગે છે કારણકે વડીલો ગામડામાં રહેતા હોય અને સંતાનો શહેરોમાં રહેતા હોય ઘરમાં બે જ વ્‍યક્‍તિઓ રહેતી હોય તેમાં એકનું મૃત્‍યુ થાય એટલે ડેલીએ તાળું લાગી જાય છે જેના કારણે આજથી 25 વર્ષ પહેલા ધમધમતા ગામડાઓમાં આજે સુનકાર વ્‍યાપી ગયો છે. પહેલા ગામડામાં એવી ગોઠવણ હતી કે ખેડૂત ખેતી કરે,ક્ષત્રિય ગામનું રક્ષણ કરે, વાણીયા-વેપારી વેપાર કરે અને ગામડું લીલા લેર કરે પણ આ સમાજ વ્‍યવસ્‍થાનું વર્તુળ વિખાઇ ગયું છે. અમુક ગામડાઓમાં દાદાગીરીઓના કારણે ગામડાઓ ખાલી થયા નાના ગામમાં રોજ ઉઠીને માથાકુટ કરવી તેના કરતાં ગામ છોડી શહેરમાં જવું સારૂં તેવા કારણે સૌથી વધુ ગામડાઓ ખાલી થયા છે અને હવે પરિસ્‍થિત એવી ઉભી થઇ છે કે, ગામડાઓમાં માથાકુટ કરવા માટે માણસો મળતા નથી જેથી તે પણ રાજુલા-ચલાલા-અમરેલી જેવા શહેરો તરફ વળ્‍યાંછે.
પહેલાના જમાનામાં ગામડાઓમાં લાઇટ ન હતી, પાણીના ટેન્‍કર દોડાવવા પડતા હતાં, રસ્‍તાઓ ખરાબ હતાં આમ છતાં ગામડાઓ સમુઘ્‍ધ હતાં. પણ રોજગારી અને સુરક્ષાના અભાવે ગામડાઓ ભાંગ્‍યા છે દેશનું અને ગુજરાત તથા અમરેલી જિલ્લાનું અર્થતંત્ર આજે પણ ગામડાઓ અને ગામડાઓની ખેતી આધારિત છે ત્‍યારે ગામડું ભાંગ્‍યુ છે અને ગામડાની ખેતી પણ હવે ભાંગે તેનો કમ્‍જો પટેલ, આહિર, દરબાર, કોળી કે દલિતને બદલે બહારથી આવનારી પ્રજા પાસે ચાલ્‍યો જાય અને ગામને સીમાડે એ રામ-રામ ના લહેકાને બદલે બીજું કંઇક સાંભળવા મળે તો નવાઇ નહિં પામતા. કારણકે અત્‍યારે ગામડાઓના ચોરામાં સાંજના આરતી વખતે મશીનો મુકાઇ ગયા છે 10 ગામડામાંથીને એક ગામડામાં જ આરતી વખતે બાળકો હાજર રહે છે. અમરેલી જિલ્લાઓના ગામડાઓની સંસ્‍કૃતિને અનેક સમસ્‍યાઓ ખતમ કરી રહી છે તે પણ કડવી વાસ્‍તવિક્‍તા છે.« (Previous News)