Main Menu

મુખ્‍યમંત્રી આવાસ યોજનાની અરજીઓ મંજૂર કરો : શ્રી માંજરીયા

અમરેલી,
રાજયમાં મુખ્‍યમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓની અરજીઓ 2012 થી પડતર છે તે મંજૂર કરી આવાસો આપવા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્‍યમંત્રી નિતિનભાઇ પટેલને આવેદનપત્ર આપી આમ આદમીપાર્ટીના શ્રી એમ.ડી.માંજરીયાએ જણાવ્‍યું છે કે, 2012થી આધારપુરાવાઓ સાથે જે અરજી આપી છે તેમાં બાબરા પાલિકા વિસ્‍તારના 1900 લાભાર્થીઓ છે જયારે લાઠીમાં 2100 અને દામનગરમાં 1700 અરજીઓ પડી છે પરંતુ, ઓથોરીટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી. લાભાર્થીઓના ફોર્મની પહોંચ અને તૈયાર કરી સામેલ રાખેલ છે પાંચ વર્ષ જીતી ગયા બાદ પણ વ્‍યક્‍તિગત રીતે પહોંચ પુરી પાડવામાં આવેલ નથી તે બાબતે જે તે ઓથોરીટી સામે કાનૂની રાહે અને ફરજમાં બેદરકારી બદલ પગલા લેવા પણ રજૂઆત કરી છે. ચૂંટણી આવે ત્‍યારે મોટા વચનો જાહેરાતો થાય છે પરંતુ અમલ થતો નથી. શ્રી મોદીએ 2012ની ચૂંટણી વખતે જૂનાગઢ ખાતે ગુજરાતમાં 2પ લાખ આવાસો બાંધી આપી યોજનાનો લાભ અપાવી તેવું વચન આપેલું પણ તેનો અમલ થતો નથી જો દિવસમાં 10 માં ઠરાવ કરી મંજૂર કરવામાં નહિં આવે તો ના છૂટકે ગમે ત્‍યારે લાભાર્થીઓને સાથે રાખી ઉપવાસ આંદોલન કરવા ચીમકી આપ્‍યાનું શ્રી એમ.ડી.માંજરીયાએ જણાવ્‍યું છે.