Main Menu

બાબરા નગરપાલિકાને તાળાબંધી

બાબરા,બાબરા નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નં1અને 4ના આગેવાનો આજે લતાવાસીઓની સાથે રોડ રસ્‍તા સફાઇ મુદ્દે નગરપાલિકામાં આવી પહોંચેલા પરંતુ કોઇ જવાબદાર કર્મચારી નહિં હોવાને કારણે તાળાબંધીનો કાર્યક્નમ આપ્‍યો હતો. બાબરા વોર્ડનં 1 થી 4 ના કોંગ્રેસી આગેવાનો ભાજપને સમર્થન આપ્‍યા બાદ આજે ભાજપના સભ્‍ય જગદીશ વાવડીયા તથા બે આગેવાનો શ્રી ધર્મેશ વાવડીયા, મુળશંકરભાઇ તેરૈયાની આગેવાનીમાં રોડ રસ્‍તા સફાઇના કામોના નગરપાલિકાની લાપરવાહી થઇ કર્મચારીઓના ઉઘ્‍ધત જવાબોને કારણે કચેરીમાં લતાવાસીઓ સાથે રાખી રજૂઆત માટે દોડી આવ્‍યા હતાં.કચેરીમાં સમયસર કર્મચારીની હાજરી નહિં હોવા છતાં મુખ્‍ય રૂમમાં તાળાબંધી બાદ નગરપાલિકા પ્રમુખ શ્રી ખીમજીભાઇ મારૂને ટેલિફોનીક જાણ કરતા રૂબરૂ આવેલા કોંગ્રેસ શાસીત પાલિકા પ્રમુખ દ્વારા વિગતે ખુલાસો આપી આવનારા દિવસોમાં રામનગર સીઘ્‍ધી વિનાયક સહિતના વિકાસકામોને ક્નમવાર અગ્રતા આપવા તંત્ર કટીબઘ્‍ધ હોવાનું જણાવતા મામલો થાળે પડયો હતો.(Next News) »