Main Menu

અમરેલીમાં ક્નોધમાં આવી ભૂદેવો રોડ પર ઉતર્યા : કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

અમરેલી,
અમરેલી કર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો ઉપર ખોટી ટ્રેપ કરી જાથાના જયંત પંડયાએ હેરાનગતિ કરવા બાબતે અમરેલી જિલ્લાકર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા રોડ ઉપર ઉતરી આવીને રેલી કાઢી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જામનગરમાં જાથાના જયંત પંડયા અને તેમની ટીમ દ્વારા હિતેષભાઇ લાભશંકર જોષીના ખોટી રીતે તાંત્રીકવિધિ અને દોરાધાગા કરી ખોટી અંધશ્રઘ્‍ધા ફેલાવવાનું કૃત્‍ય કરતા હોય તેવો આક્ષેપ કરેલ. આ બાબરે સત્‍ય સાથે જણાવવાનું કે હિતેષભાઇ લાભશંકર જોષી છેલ્‍લા 20 વર્ષથી શાસ્‍ત્રોક્‍ત રીતે કર્મકાંડ તથા પુજાપાઠની વિધિ કરતા હોય છેલ્‍લા 8 માસથી પાયલબેનના પિતાશ્રી ધરમશીભાઇ કટેશીયા આ ભૂદેવના સંપર્કમાં હોય અને પુત્રીના પિતાએ આગ્રહ કરેલ કે મારી પુત્રી માટે શાંતિયજ્ઞ કરવો છે જેથી તેને મનવાંચતિ ફળ પ્રાપ્ત થાય આ સંદર્ભે તા.6/1શનિવારના પાયલબેનના પિતાશ્રીની સંપૂર્ણ સંમિતિથી તેમના ઘરે હિતેષભાઇ શાંતિયજ્ઞ કરવા માટે ગયેલ ત્‍યારે વિજ્ઞાનજાથાના જયંત પંડયા અને એક બે શખ્‍સે આવી ધાકધમકી આપી આ પુજાપાઠવિધિ બંધ કરો અને બળજબરીથી હિતેષભાઇને ધમકાવેલ તેમજ પોલીસની હાજરી હોવા છતાં ભૂદેવનેમાર મારેલ. તો શું કાયદો હાથમાં લેવાની મંજૂરી છે તેમજ કર્મકાંડ કથાવાર્તા, હવનહોમ, ભાગવતસપ્‍તાહ, લગ્‍નવિધિ, પ્રતિષ્ઠા આ બધુ વિધિ વિધાન ખોટું છે ? આવુ જાથાવાળા જયંતભાઇ પંડયાનું કહેવું છે. જેથી આ બાબતે તપાસ કરી જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવ્‍યું છે.