Main Menu

બાબરાના ચમારડીમાં વિકાસકાર્યોનો પ્રારંભ

ચમારડી,બાબરાના ચમારડી ગામે ગ્રા.પં. દ્વારા વિકાસ કામો થઇ રહ્યા છે. છેલ્‍લા ચાર વર્ષથી વિકાસકામો આગળ ધપી રહ્યા છે. સરપંચની જહેમતથી આરસીસી રોડ, ભુર્ગભગટર, સહિતના કામો પુર્ણ કર્યા બાદહાલ નવાપુલ, કોઝવે, નદી કાંઠો, સુરક્ષા દિવાલ, સફાઇ અભિયાન જેવા કામો પુરજોશમાં થઇ રહ્યા છે. તલાટીમંત્રી અને તાલુકા વિકાસ અધિકારી સહિતે હાજર રહી સહયોગી બન્‍યા હતા. અને વિકાસકામોને બિરદાવ્‍યા હતા.