Main Menu

અમરેલી જિલ્‍લાના રેલ્‍વે પ્રશ્‍નોની રજુઆત કરતા શ્રી દિનેશભાઇ ગાંધી

અમરેલી,ભાવનગર ડીવીઝનની બીઆરયુ સીસી બેઠક મળી હતી. જેમાં અમરેલી ચેમ્‍બરના પ્રમુખ દિનેશભાઇ ગાંધીએ જિલ્‍લાના રેલ્‍વેના પ્રશ્‍નોની રજુઆત કરી હતી. તે પૈકી જેતલસર ઢસા બ્રોડગેજમાં કન્‍વર્ઝર કરવા ટેન્‍ડર મંજુર થઇ ગયા છે. તે 2018 સુધીમાં પુરૂ કરવામાં આવશે. બોટાદ અમદાવાદનું કન્‍વઝરકામ 2018 સુધીમાં પુરૂ કરવામાં આવશે. તેમ જણાવ્‍યું હતું. એ જ રીતે જુનાગઢ, વિસાવદર,અમરેલી, ખીજડીયા બ્રોડગેજમાં કન્‍વઝર અંગે રજુઆતના જવાબાં એવું જાણવા મળ્‍યું કે જુનાગઢ, ખીજડીયાના કન્‍વઝરનું સર્વે થઇ ગયું છે. 2017/18 ના બજેટમાં ફંડ ફાળવવામાં આવશે તો કામ શરૂ કરવામાં આવશે. મહુવા, સુરત ટ્રેનનેડેઇલી કરવા માંગ કરી હતી. તેના જવાબમાં એવું જણાવ્‍યું કે, તા.ા 15/12/15 થી હેડકવાર્ટરમાં પ્રપ્રોઝર કરવામાં આવી છે. એ ઉપરાંત મહુવાથી મુંબઇ ટ્રેન અંગે એવું જણાવ્‍યું કે, મુંબઇથી સુરતને ડેઇલી કરી મુંબઇ સુધી લંબાવવા પ્રપ્રોઝર કરાશે. મહુવાથી અમદાવાદ ફાસ્‍ટ ટ્રેન પહેલા વેરાવળ, અમરેલી, અમદાવાદ ચાલતી તે પ્રમાણે શરૂ કરવા રજુઆત થતી તેમણે જણાવ્‍યું કે, ટ્રાફીક અંગે સર્વે કરવામાં આવશે. આમ ડીવીઝનલ રેલ્‍વે મેનેજર ભાવનગર દ્વારા હવે આ દરખાસ્‍તો મુંબઇ હે.કવાર્ટરમાં કરવામાં આવેલ છે તેથી શ્રી પરશોતમભાઇ રૂપાલા, નારણભાઇ કાછડીયા દ્વારા રજુઆત કરી મંજુર કરવામાન આવે તે રજુઆત તેવી શ્રી દિનેશભાઇ ગાંધીએ કર્યાનુંજણાવ્‍યું છે.