Main Menu

વેરાવળ શહેરમાં ડી.કે.ગૃપ દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્નમ યોજાયો

વેરાવળ,વેરાવળમાં લોહાણા બોર્ડીગ ખાતે ડી.કે.ગૃપ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન થતા ખેલૈયાઓ જુમી ઉઠયા હતા. આ તિથી પ્રારંભ થયા બાદ ફ્રીસ્‍ટાઇલ, સહિતના કાર્યક્નમમાં 1000 થી વધુ ખેલૈયાઓએ રાસ લીધો હતો. જયેશભાઇએ માતાજીના લાઇવ ગરબા રજુ કર્યા હતા. આ કાર્યક્નમમાં ધારાસભ્‍ય જસાભાઇ બારડ, હરેશભાઇ, વિમલભાઇ, ઉદયભાઇ , સીટીપીઆઇશ્રી કોહલી, શ્રી ચૌહાણ, ઉષાબેન કુસકીયા, ભગુભાઇ વાળા, જેન્‍તીભાઇ વાયલુ,ભીમભાઇ વાયલુ, રામ સોલંકી, નારણભાઇ વાયલુ, પ્રવિણભાઇ સહિત ઉપસ્‍થિત રહ્યા હતા. જુનાગઢના ડીપ્‍લબેન, કિ્નર્તીબેન કોટેચા, દિપ્‍તીબેન, પ્રકાશભાઇ,પરેશભાઇની ટીમે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. ડી.કે.ગૃપના દિપક કક્કડ, માધવ કક્કડ, જયસુખભાઇ, જયેશ, ભાવેશ , કેતન મશરૂ, નાનજી ચાવડા, પ્રકાશ ગોસ્‍વામિ, વિરજી વાજા, ઘનશ્‍યામ ભટ્ટે જહેમત ઉઠાવી હતી. સંચાલન કીરીટભાઇ વસંત, નિષાંત રૂષીએ કર્યુ હતું.