Main Menu

ધારીમાં પારિવારીક સમારોહ યોજાયો

ધારી,
ધારીમાં શ્રી શાંતિલાલ પરમારના નિવાસ સ્‍થાને પારિવારિક સમારોહ યોજાયો હતો. શ્રી પરમારના પુત્ર ડો. ભાર્ગવ એમ.બી.બી.એસ.ની ડીગ્રીમેળવી અને બીજા પુત્ર ચિ.રોમીલ એમબીબીએસ અભ્‍યાસ અર્થે વિદેશ જતો હોય તે નિમિતે પારિવારીક સમારોહમાં સમરસતાનું પ્રતિબિંબ પુરૂ પાડયું હતું. આ પ્રસંગે નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ શુભકામના પાઠવી હતી અને જણાવ્‍યું કે, માણસ જન્‍મથી નહિ પણ કર્મથી મહંત બને છે. સંત સવૈયાનાથ આશ્રમના મહંત શંભુનાથ મહારાજએ જણાવ્‍યું કે આ ભવ્‍ય કાર્યક્નમનું પરિણામ ત્‍યારે જ મળે કે ઉપસ્‍થિત અન્‍ય પણ પોતાના બાળકોને ઉચ્‍ચ ડીગ્રી અપાવે. પૂ.વલકુબાપુએ જણાવ્‍યું કે શાંતીલાલ પરમાર શ્રેષ્ઠ શિક્ષક અને શિક્ષક સમાજનો નિર્માતા હોય છે.તેમ જણાવેલ શુભકામના પાઠવી હતી. શ્રી શંભુનાથજી મહારાજ, શ્રી દિલીપભાઇ સંઘાણી, વલકુબાપુ, મહંતશ્રી માધવદાસજીબાપુ, ગોવિંદરામબાપુ,શરદભાઇ લાખાણી, મનસુખભાઇ ભુવા, જીતુભાઇ જોષી, શાંતિલાલ રાણવા,કે.કે.વાળા, શ્રી ચંદુભાઇ પરમાર, પ્રેમદાસબાપુ, હિતેશભાઇ, મૃગેશભાઇ કોટડીયા, જગદીશભાઇ, બાવકુભાઇ , ભરતભાઇ શેઠ, એ.આર.મહેતા, લાખાભાઇ બોરીચા, ડો. પ્રશાંત મકવાણા, ભુપતભાઇ વાળા, રાજુભાઇ વેગડ, ભાયાભાઇ, ગોવિંદભાઇ, બાવચંદભાઇ, સુરેશભાઇ ગમારા, પરેશભાઇ પટ, ઉપસ્‍થિત રહ્યા હતા. સંતવાણીસહિતના કાર્યક્નમો યોજાયા હતા.