Main Menu

અમરેલી શહેરમાં જીએસટી દ્વારા ઇ-બીલ અંતર્ગત સેમીનાર યોજાયો

અમરેલી, અમરેલી એન્‍જલ હોટલમાં 1 ફેબ્રુઆરીથી જીએસટી અંતર્ગત લાગુ થતી ઇવેબીલની જોવાઇઓની સમજણ અંગે જીએસટી વિભાગ તરફથી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્નમમાં આસિ.કમિશ્‍નર અજય આનંદ, પવનકુમાર કંમ્‍બોઝ, સુપ્રિ.ધર્મેન્‍દ્રભાઇ કાનાણી, પ્રફુલભાઇ પુરોહિત, ઇન્‍સ.નિતુલકુમાર, શૈલેષભાઇ ગંગદેવ દ્વારા ઉપસ્‍થિત વેપારીઓને ઇવેબીલ અંગે માહિતી આપી હતી જેમાં એકબીજા રાજયો વચ્‍ચેના માલની હેરફેર કરતા ટ્રાન્‍સપોર્ટેશન જેમાં રોડ ટ્રાન્‍સપોર્ટ, દરિયાઇટ્રાન્‍સપોર્ટ તેમજ હવાઇ ટ્રાન્‍સપોર્ટ વિષે ઇવેબીલ વિશેની વેપારીઓને સમજણ આપી હતી. માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, ચાર્ટર્ડએકાઉન્‍ટન્‍ટ એ.ડી.રૂપારેલ, ટેકસબાર એસો.નાપ્રમુખ કિરણભાઇ વિઠ્ઠલાણી, કન્‍સલટન્‍સન્‍સ સંદિપભાઇ પારેખ સહિતના વેપારીઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં.