Main Menu

અમરેલીમાં વ્‍હોરા બિરાદરોની આસ્‍થાના પ્રતિકસમા મોલાઇ જાફરજી જીવાજી સાહેબની દરગાહે ઉર્ષ શરીફની ઉજવણી

અમરેલી,
અમરેલીમાં વ્‍હોરા બિરાદરો દ્વારા જેસીંગપરામાં આવેલ દાઉદ્દી વ્‍હોરા કોમની સમગ્ર ગુજરાતમાં આશા ધરાવતી મોલાઇ જાફરજી જીવાજી સાહેબની 229 મી ઉર્ષનો આજે તા.07/02 બુધવારના રાત અને 08/02 ગુરૂવારના ઉર્ષનો દિવસ છે. હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરો આસ્‍થા ધરાવે છે તેમજ જેસીંગપરા વિસ્‍તારના રહેવાસીઓ તેમજ દરગાહ આસપાસના વેપારીઓ આ ઉર્ષના પ્રસંગમાં સહકાર આપી કોમી એક્‍તાનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ દર વર્ષે પુરૂ પાડે છે. વ્‍હોરા કોમના બહારગામથી આવતા શ્રઘ્‍ધાળુઓને રહેવા માટે જેસીંગપરા પટેલવાડીમાં સગવડતા કરી આપવામાં આવેલ છે. વ્‍હોરા બિરાદરો ઉર્ષ પ્રસંગે અમરેલી શહેર તેમજ જિલ્લાના ગામોમાં વસતા તેમજ સૌરાષ્‍ટ્ર ગુજરાતભરમાંથી ઉર્ષ પ્રસંગે અમરેલી આવે છે જયારે મુંબઇ-દુબઇ સહિતના વ્‍હોરા બિરાદરો મજલીસ કરી ન્‍યાઝ કરવામાં આવે છે. આ રીતે આ ઉર્ષ દરેક જગ્‍યાએ ઉજવવામાં આવે છે સમગ્ર વ્‍યવસ્‍થા સંચાલન અમરેલીના જનાબ આમીલ સાહેબ તેમજ દરગાહના મેનેજર તેમજ અમરેલીની જુદી-જુદી કમીટીઓ ઉર્ષ પ્રસંગે સંપૂર્ણ વ્‍યવસ્‍થાનું સંચાલન કરે છે અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસના વાતાવરણમાં આ ઉર્ષનીઉજવણી કરવામાં આવે છે.