Main Menu

વરસડામાં કેન્‍દ્રિય મંત્રીશ્રી રૂપાલાની ઉપસ્‍થિતિમાં ત્રીવીધ કાર્યક્મ

અમરેલી,
અમરેલી તાલુકાના વરસડા મુકામે સ્‍વતંત્ર સેનાની સ્‍વ.હાથીબાપુ સેવા ટ્રસ્‍ટ દ્વારા પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન, લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ, મહાનુભાવોનું સન્‍માન સહિત ત્રિવિધ કાર્યક્નમ આજે મહાશિવરાત્રીના પર્વે બપોરના ત્રણ કલાકે યોજાયો હતો. આ પ્રસંગે સમારંભના અઘ્‍યક્ષ સ્‍થાને કૃષિરાજય કેન્‍દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમની દિવાલનું ભૂમિપૂજન કરવામાં આવેલ. તેમજ લોકભાગીદારીથી ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવેલ. ભૂમિપૂજન કેન્‍દ્રીય રાજયકક્ષાના મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે કરવામાં આવેલ આ પ્રસંગે નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, અમરડેરીના ચેરમેન અશ્ચિનભાઇ સાવલીયા, શ્રીજીવિદ્યાર્થી ભુવનના દિપકભાઇ વઘાસીયા, જયેશભાઇ ટાંક, વિપુલભાઇ ભટ્ટી આર્શિવચન દાનબાપુનું દેવળ પાડરશીંગના મહંત પૂ.જ્ઞાનશ્રીમાતાજી, ખારાવાળા ખોડીયારના પૂ.રાજબાઇમાં, પૂ.સોનલમાંએ આર્શિવચન પાઠવેલ. આ પ્રસંગે બાલકૃષ્‍ણ દુર્ગાશંકર પંડિત, રામભાઇ છાત્રોલા, ગંભીરભાઇ વાળા, હરપાલભાઇ ધાધલ સહિતનું મહાનુભાવોના વરદ્દ હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ. આ પ્રસંગે દિલીપભાઇસંઘાણીએ જણાવ્‍યું હતું કે, શિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી રૂપાલા સાહેબની ગ્રાંન્‍ટમાંથી આ કેમ્‍પસ ગાયોની સુરક્ષા માટે બનવાનું છે. ધર્મ સંસ્‍કૃતિમાં ગાયમાતાનું જે મહત્‍વ છે તે જાળવી રાખવા ભોળાનાથ આપણને સમજણ શક્‍તિ અર્પે સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્‍યું હતું કે, શ્રી રૂપાલા સાહેબે ગ્રાંન્‍ટ આપી અને તેના હાથે જ ભૂમિપૂજન થાય તે સારી વાત છે દેશ અને રાજય માટે નભૂતો નભવિષ્‍યતિ જેવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગામડું સુખી અને સમૃઘ્‍ધ બને તેવા પ્રયાસો કરી રહયા છે. આ પ્રસંગે શ્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવેલ કે, સૌને શિવરાત્રીના જાજાથી મહાદેવ મુરમ્‍બી હાથીબાપુને યાદ કરી સંકળાયેલા ટ્રસ્‍ટની શરૂઆત હું ગ્રાંન્‍ટ ફાળવું છું પણ મેં ફાળવેલ ગ્રાંન્‍ટના ઉદ્દઘાટનમાં જતો નથી અમરેલી તાલુકાની રાજનિતિમાં પૂ.હાથીબાપુનું મોટું યોગદાન છે ખાસ કરીને અમરેલીના યાર્ડના વિકાસમાં તેમનું મહત્‍વનું યોગદાન રહયું છે આ પ્રિય વડીલોનું સંસ્‍થાન છે. આ પવિત્ર ઠેકાણે બધાનો આવરો-જાવરો હતો. આમાં શું થાય બુગીંયાના જ ઘા વાગ્‍યા કરે જનતાનું ઘ્‍યાન નથી અને સરકારમાંથી અમારૂં ઘ્‍યાન નથી. દેશના વડાપ્રધાનશ્રી દ્વારા દેશની પ0 ટકા જનતાને મેડિકલ ક્ષેત્રે પાંચ લાખનો ખર્ચ સુધી લોકોને આવરી લઇને આરોગ્‍ય ક્ષેત્રે સહાયમળશે સારી બાબત માટે સરકાર પ્રયાસ કરે જ છે. પડતર માલની કિંમત ખેડૂતોની સરકાર નક્કી કરતી હતી હવે નિર્ણય કરી સરકારે પડતર કિંમત 100 હશે તો ટેકાનો 1પ0 નો ભાવ છેલ્‍લામાં છેલ્‍લા ખેડૂતને તેનો લાભ મળે તે માટેનું માળખું રચાશે જેમને હક્ક અને જરૂર છે તેનો તળપદુ આઇડિયા હોય તો મને કહેજો. દેશમાં રાજયોના જે કામ થઇ રહયા છે તે ભૂલી નોટબંધી જોડાય જાય છે. આ બધું ઢાળમાં ચાલ્‍યું જાય છે આ જથ્‍થો બહાર નીકળતો ન હતો અને રૂમમાં સંઘરાયેલો હતો જેથી સરકારે નોટબંધીનો નિર્ણય કરેલ. મેલા કેટલાંક એવા હોય કે તે થાપાની દેવીને બદલે મેલિદેવી જ જોઇએ. ગ્રામ્‍ય તાલુકા કક્ષાના કાર્યકર્તાની કામ કરવાની પઘ્‍ધતિ થોડી નબળી છે તે બાબતે ઋચિ દાખવવી પડશે. ગામડામાં બહેનો દિકરીઓ રસોડામાં ધુમાડા ખાતી હતી તેવા ગરીબ લોકો સુધી સરકારે ગેસ કનેકશનો પહોંચાડી આર્શિવાદ મેળવેલ છે. આજે બ્રાઝિલ ગીર ગાયના કારણે તેનું અર્થતંત્ર સઘ્‍ધર બન્‍યું છે આપણે પણ ગૌશાળા બનાવવી છે તેમાંથી ગૌમુત્ર એકત્રીત કરવા પ્‍લાનીંગ કરજો અને જેમાંથી સઘ્‍ધરતા મળશે તેમ શ્રી રૂપાલાએ જણાવ્‍યું હતું.« (Previous News)
(Next News) »error: Content is protected !!