Main Menu

અમરેલી માર્કેટયાર્ડમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે

અમરેલી,અમરેલી ખેતીવાડ ઉત્‍પન્‍ન બજાર સમિતિ દ્વારા નવા માર્કેટયાર્ડમાં શ્રી હનુમાનજી મહારાજ, રાધાકૃષ્‍ણ, ગણપતિ મહારાજની ભવ્‍ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ તા.૧૭ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં તા.૧૭ શનિવારે સવારે ૭:૩૦ થી હેમાદ્રી, જલયાત્રા, નગરયાત્રા, ગણપતિપૂજન, મૂર્તિપ્રવેશ, સાંયમ પૂજન અને બીજા દિવસે તા.૧૮-૨-૧૮ ના રોજ રવિવારે પ્રાતાહપૂજન, મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા, ધજાપૂજન, પૂર્ણાહૂતિ અને મહાપ્રસાદ કાર્યક્નમ યોજાશે. આ કાર્યક્નમમાં સહકારી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો ઉમટી પડશે. સરદાર પટેલ માર્કેટયાર્ડ અમરેલી ખાતે કાર્યક્નમમાં ધીરૂભાઇ ગઢીયા, કૌશિકભાઇ વેકરીયા, વિનુભાઇ નાકરાણી, શૈલેષભાઇ સંઘાણી, શંભુભાઇ દેસાઇ, ચતુરભાઇ ખુંટ, રમેશભાઇ કોટડીયા, મોહનભાઇ નાકરાણી, જયેશભાઇ નાકરાણી, ભુપતભાઇ મેતલીયા, પ્રવિણભાઇ રાણપરીયા, ગીરીશભાઇ ગઢીયા, પ્રકાશભાઇ કાબરીયા સહિત ડિરેકટરો દ્વારા ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાના માર્ગદર્શન નીચે તૈયારીઓ થઇ રહી છે. કાર્યક્નમનો લાભ લેવા માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા વાઇસ ચેરમેન કાળુભાઇ ભંડેરી અને સેક્નેટરીપરેશભાઇ પંડયાએ જણાવ્‍યું છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્‍ત્રી ચંદ્રેશભાઇ જોષી સેવા આપશે.« (Previous News)error: Content is protected !!