Main Menu

યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન કરતા ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણી

ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જીલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે 6 દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન ઓમકાર વિધાલય અમરેલી ખાતે ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્‍તે સંપન્‍ન થયેલ છે.

આ પ્રસંગે પ્રાસોંગિચિત અઘ્‍યક્ષ સ્‍થાનેથી વકતવ્‍ય આપતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે, સહકારી પ્રવૃતિ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલ છે અને વિધાર્થીઓ આવા કાર્યક્રમોમાં ભાગીદાર થઈ આ અંગેની વિસ્‍તૃત માહિતી અને જ્ઞાન મેળવી શકે છે. રાજય સંઘ દ્વારા ચલાવતા વિવિધ રોજગારલક્ષી ડીપ્‍લોમા કોર્સીસ કર્યા બાદ ભવિષ્‍યમાં આ ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારીની પણ વિપુલ તકો રહેલી છે. આ પ્રસંગે સંઘાણી સાહેબે જીલ્‍લા મઘ્‍યસ્‍થ બેંક અમરેલી, અમર ડેરી તેમજ અમુલ ડેરી આણંદ વિશે પોતાના ભુતકાળના સંસ્‍મરણો યાદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્‍લા સહકારી સંઘના માનદ મંત્રી શ્રી કનુભાઈ પટોળીયા, ડીરેકટરોશ્રી બાબુભાઈ હિરપરા, ધીરૂભાઈ વાળા, ભાવનાબેન ગોંડલીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. ઓમકાર વિધાલયના ટ્રસ્‍ટીશ્રી ઘનશ્‍યામભાઈ ઢોલરીયા તેમજ જગદીશભાઈ ઢોલરીયા પણઆ પ્રસંગે હાજર હતા. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના ઉચ્‍ચતર માઘ્‍યમિક વિભાગના વિધાર્થીઓએ મોટી સંખ્‍યામાં લાભ મેળવેલ. આ કાર્યક્રમનું સફળ એન્‍કરીંગ શાળાના અઘ્‍યાપક વિશાલ પડસાળા કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અઘ્‍યાપ કોશ્રી વિપુલભાઈ બાલધા, મુકેશભાઈ વઘાસીયાએ ખુબ જહેમત ઉઠાવેલ છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન-સંચાલન અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સી.ઈ.આઈ. શ્રી સંદિપભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ છે. અંતે કાર્યક્રમની આભારવિધિ અઘ્‍યાપક યુનીસભાઈ ચૌહાણે કરેલ હતી.