Main Menu

અમરેલી જીલ્‍લામાં શનિ-રવીની રજામાં 15 શખ્‍સો પીધેલ હાલતમાં ઝડપાયા

એક મોટસાયકલ અને આઠ સ્‍થળેથી પોલીસે રેઈડ દરમીયાન દેશીદારૂ પકડી પાડયો : મુદામાલ કમ્‍જે
અમરેલી,
અમરેલી જીલ્‍લામાંથી અલગ અલગ સ્‍થળેથી પોલીસે 15 શરાબીઓને પીધલ હાલતમાં અને આઠ સ્‍થળેથી રેઈડ દરમીયાન દેશીદારૂ પકડી પાડયો હતો.
આ અંગેની વિગતો એવા પ્રકારની છેકે,વડીયામાંથી મુકેશ નાની અત્‍યા,સાવરકુંડલામાંથી હાસમ ઉમર ઝાંખરા,ધારીમાં રફીક અલી બેલીમ,નટુ વિસા વાંઝા,અમરેલીના માળીલામાંથી દિલીપ જયસુખ ચોવટીયા,ધારીના દુધાળામાંથી જયસીંગ જેઠા ચાડપા પીધેલ હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ,તખસીંગ પથુભા ગોહિલ પીધેલ હાલતમાં વાહન ચલાવતા ઝડપાયો,તથા ચલાલા ગોપાલગ્રામ ચોકડી પાસેથી અજય હસરાજ બોઘરા,નરેશ બાવા વાવડીયા,અશોક ખોડા બાભણીયા સહિત ત્રણ શખ્‍સો પીધેલ હાલતમાં મારૂતિઈકોમાંથી મળી આવ્‍યા હતા.તથા ધારીના દુધાળામાંથી કપીલ જીવરાજ,વિશ્‍વજીતસીંહ સુખદેવસીંહ પરમાર,લાલજી ભુપત રવોદરા,વિઠ્ઠલ મગન ડાભી,જીરામાંથી પુના હરી વાઘેલા સહિતના પંદર શખ્‍સો પીધેલ હાલતમાં પોલીસે પકડી પાડયા હતા.
તથા રાજુલામાંથી જશીબેન શાતીભાઈ ચોૈહાણ પાસેથી લી.4 રૂ.140/-,વંડાના ઠવીમાંથી નયનાબેન નરશીભાઈ પાસેથી લ.4 રૂ.120/-,ધારીના દુધાળામાંથી વિશ્‍વજીત સુખદેવ પરમાર પાસેથી બીયરટીન નં.3 રૂ.300/-,જીરામાંથી પુના હરી વાઘેલા પાસેથી ઈગ્‍લીશદારૂ નં.2 રૂ.200/-,બાબરાના દેવળીયામાંથી હણકી નરશી સામતેરીયા પાસેથી લી.2 રૂ.70/-,ધારીમાંથી ભીખા અરજણ ચારોલા પાસેથી લ.4 રૂ.150/-,જગુ કરશન માથાસુળીયા પાસેથી લ.2 રૂ.50/-,વંડાના મેકડા જવાના રસ્‍તેથી ભનુ બાલા વાઘેલા પાસેથી લી.20 રૂ.600/- તથા મોટરસાયકલ રૂ.20,000/- કુલ કિ.રૂ.20,600/-નો મુદામાલ પોલીેસે પકડી પાડયો હતો.