Main Menu

સાવરકુંડલા ખાતે શ્રી દશનામ ગોસ્વામી સમાજ નો ૨૪ મો સમુહલગ્નોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા ખાતે શ્રી દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના તારીખ.- ૧૧/૦૨ ને રવિવાર ના રોજ ૨૪ મો સમુહલગ્નોત્સવ ની ભવ્ય ઉજવણી રાધે ગાર્ડન  એન્ડ નર્સરી ખાતે કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન માં ૧૧ નવદંપતિ ઓએ પ્રભુતા માં  પગલાં પાડ્યા હતા. આ તકે દીપ પ્રાગટય ઉદયગીરીબાપુ ધજડી, ભક્તિગીરી માતાજી દામનગર, જસુબાપુ ચોગઠ, સાંસદ નારાયણભાઈ કાછડિયા, જીલ્લા ભાજપ અગ્રણી મહેશભાઈ સુદાણી વગેરે અગ્રણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્ન ભોજન સમારંભ ના દાતા શિવકથાકાર ગીરીબાપુ તથા જ્ઞાતિ અગ્રણી, સંતો મહંતો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ૨૪ મો સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રકાશગીરી, ઉપપ્રમુખ અમીતગીરી મંત્રી હરેશગીરી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી.