Main Menu

અમરેલી પોસ્‍ટ ઓફીસની બેદરકારીથી યુવાનનુ ઉજજવળ ભવિષ્‍ય અંધકાર મય બની જશે…!

અમરેલી,ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ,અમરેલી વિભાગ ખાતે એપ્રેન્‍ટીસ અધિનિયમ 1961 હેઠળ ભરતી ઓકટોબર-2016નાં સત્ર માટે વેલ્‍ડર ટ્રેડમાં એપ્રેન્‍ટીસ તાલીમ માટે રાજુલામાં વાવેરા રોડ ઉપર વાલ્‍મીકી વાસમાં રહેતા કિર્તીભાઈ રમેશભાઈ ગઢીયાએ અરજીપત્રક તથા જરૂરી પ્રમાણપત્રો રજુ કરેલ હતા.
જેમાં કિર્તીભાઈ રમેશભાઈ ગઢીયાને પસંદગી માટે ઈન્‍ટરવ્‍યુનું આયોજન તા.22/09/2016 સવારે 10:30 કલાકે કરવામાં આવ્‍યુ હતુ. પણ અમરેલીપોસ્‍ટની બેદરકારીથી બાર દિવસ થઈ ગયા હોવા છતા કિર્તીભાઈને કોલ લેટર ન મળતા ઈન્‍ટરવ્‍યુ માટે જઈ શકયા ન હતા. જેથી ઈન્‍ટરવ્‍યુમાં સમયસર હાજર ન રહેવાથી કિર્તીભાઈને ભવિષ્‍યમાં કોઈ પણ પત્ર વ્‍યવહારે ઘ્‍યાને લેવામાં આવશે નહિ તેવુ અમરેલી વિભાગીય નિયામક એસ.ટી નાકર્મચારીનું કહેવુ છે.