Main Menu

જાફરાબાદના વારાહ સ્‍વરૂપમાં નવરાત્રી મહોત્‍સવ

રાજુલા,
જાફરાબાદના વારાહ સ્‍વરૂપમાં મંદિન પટાંગણ ખાતે નવરાત્રીનું આયોજન થતા મહંતશ્રી જમનાદાસ બાપુ, મહંત શ્રી રાજેન્‍દ્રદાસબાપુ, મહંત શ્રી મહેન્‍દ્રગીરીબાપુની ઉપસ્‍થિતિમાં દિપ પ્રાગટયથયું હતુ.આ પ્રસંગે જગ્‍યાના વિકાસ માટે આદિત્‍ય બિરલા કંપની તરફથી 5 લાખનો ચેક આપવામાં આવ્‍યો હતો.સાથે સાથે રાસગરબાના કલાકારો દ્રષ્‍ટિ રાવલ, મધુભાઇ સાંખટ, દંમયતી ચૌહાણે ગરબાની જમાવટ કરી હતી.
આ કાર્યક્નમમાં એ.વી.રમણરાવ, આશિષ પંપાણીયા, ભનુકુમાર પરમાર, વિવેક ખોસલા, યોગેશકુમાર ભટ્ટ, એન.એન.થાનકી, કરણભાઇ પટેલ, મીઠાભાઇ લાખણોત્રા, પી.એસ.આઇ.રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા.કાર્યક્નમ સફળ બનાવવા સરપંચ કાળુભાઇ ગુજરીયા, મીઠાભાઇ લાખણોત્રા, ભીખાભાઇ લાખણોત્રા, ખીમાભાઇ, પાતાભાઇ, બાબુભાઇ, રાણાભાઇ, સુરેશબાપુ, મેઘાભાઇ બસીયા, ભટાચારીયા સહિતે જહેમત ઉઠાવી હતી.