Main Menu

બગસરાની સાતલ્લીના કાંઠે પુજાય છે જુનાગઢના રા’ માંડલીકનો પાળીયા

બગસરાની સાતલ્લી નદીના કિનારે જુનાગઢના પવિત્ર અને પ્રતાપી રાજવી રા માંડલિકનો પાળીયો છેલ્‍લા 500 વર્ષથી પુજાઇ રહયો છે તેની પાછળ ચારણ આઇનું તેજ અને સતાના મદમાં અંધ થઇ ભાન ભૂલેલા રાજાએ કરેલી ભૂલનો અનોખો ઇતિહાસ અંકિત થયેલો છે.
જુનાગઢ ઉપર ચુડાસમા વંશનું સામ્રાજય હતું આજથી 500 વર્ષ પહેલાં ઇ.સ.1500ના સૈકામાં જુનાગઢ ઉપર રા માંડલિકની આણ હતી. અતિ પવિત્ર અને પ્રતાપી એવા રા માંડલિકને પીવા માટે ગંગાજળ જોતું અને તે સ્‍નાન પણ ગંગાજળથી કરતો તેના કારણે તેનું બીજી નામ ગંગાજળીયો પણ હતું. વિસાવદર નજીક આવેલા મોણીયા (નાગબાઇ) માં બિરાજતાં સાક્ષાત જગદંબા સ્‍વરૂપ આઇ નાગબાઇની અમી નજર રા માંડિલક ઉપર હતી. તેનોદિકરો નાગાજણ રા માંડલિકનો મિત્ર હતો નાગાજણના દેવતાઇ અશ્‍વને રામાંડલિકે માંગ્‍યો અને તેને અશ્‍વ ન આપનાર નાગાજણે અન્‍યને તે અશ્‍વ આપી દેતાં રામાંડલિકનું દિલ દુખાણુ ં હતું. એ જમાનામાં જયારે રાજવી ગામમાં પધારે ત્‍યારે ગામની સૌભાગ્‍ય વતી સ્‍ત્રી તેનું કુમ-કુમ તિલક કરી સ્‍વાગત કરે એક વખત મોણીયાના પાદરમાં ગયેલ જુનાગઢના ઘણી રા માંડલિકનું પરંપરા અનુસાર નાગાજણની પત્‍નિ સ્‍વાગત કરવા ગઇત્‍યારે રા માંડલિકે પોતાનું મોઢુ ફેરવી દેતા બીજી તરફ તિલક કરવા જતાં તેણે ચારે તરફથી મો ફેરવી લેતા નાગાજણની પત્‍નિએ પોતાના સાસુ આઇ નાગબાઇને કહ્યું કે ફુઇ રા તો મોઢુ ફેરવે છે અને તેને સમજાવવા જતાં નાગબાઇને રા માંડલિકે તો અહીં મારૂ રાજ તપે છે તેવા કટુ શમ્‍દો કહેતાં જોગમાયા એવા નાગબાઇના મોં માંથી શમ્‍દો સરી પડયા હતાં કે આ રા નહિ રા નો સમય ફરે છે અને તારું રાજ તપે ત્‍યારે અમે ચાલ્‍યા જશું તેવું કહ્યું હતું. બીજી તરફ ગુજરાત ઉપર અને સૌરાષ્‍ટ્રમાં મુસ્‍લિમ શાસકો આવી રહયા હતાં જુનાગઢ પણ તેમાંથી બાકાત ન રહયું. રા માંડલિકને અમદાવાદના મુસ્‍લિમ સુબાએ ચેતવણી આપી કે, તારે જીવવું હોય તો ખંડીયો રાજા થા અને મુસલમાન બન નહીંતર… પવિત્ર અને પ્રતાપ એવા રા માંડલિકને ખબર પડી ગઇ કે આનું કારણ સાક્ષાત જોગમાયા એવા આઇ નાગબાઇને દુભવ્‍યાં તે છે તેથી તે મોણીયા ગયો. બીજી તરફ રા માટે મુખમાંથી અમંગળ શમ્‍દો સરી પડતાં દુખી થયેલા આઇ નાગબાઇ હેમાળે હાડ ગાળવા માટે મોણીયાથી નીકળ્‍યા છે. અને બગસરાના પાદરે પહોંચ્‍યા હતાં ત્‍યારે તેમને તેમની પાછળ આવેલ રા માંડલિકે બગસરામાં તેમને રોકી પર્શ્ચાતાપના આસું પાડી અને આઇના વેલડાઉપર માથુ પછાડયું હતું ત્‍યારે તેના માથા ઉપરથી લોહી નીકળી અને બગસરાની ધરતી ઉપર પડયું હતું. આઇ નાગબાઇએ રા માંડલિકને કહ્યું કે હવે તું ગીરનારમાં જમિયલશાહ દાતાર પાસે જા તે રસ્‍તો બતાવે તે પ્રમાણે કર આથી રા માંડલિક ગીરનારમાં જમિયલશાહ દાતાર પાસે જાય છે ત્‍યારે દાતારે તને આઇ નાગબાઇએ મોકલ્‍યો છે ને કહી એક પ્‍યાલામાં પાણી પી તે પાણી રા માંડલિકને પીવાનું કહયું ત્‍યારે રા માંડલિક વિચારે છે હું ગંગાજળ પીવાવાળો, ગંગાજળથી સ્‍નાન કરવા વાળો એક વિધર્મીનું એઠું પાણી કેમ પીઉં ? તે અવઢવમાં હતો ત્‍યાર જમિયલશાહ દાતારના શરીર ઉપર માંડલિક જનોઇ ભાળી ગયો અને તે પાણી પીવા જાય છે ત્‍યારે દાતારે તેનો હાથ પકડી હવે તું તક ચુકયો રા કહી તારો દીકરો જુનાગઢનો રાજા થશે તેવું વચન આપ્‍યું હતું. ત્‍યારબાદ વિધર્મીઓની સાથેની લડાઇમાં રા માંડિલક રાજપુતની જેમ મર્યો તેનો એક આખો ઇતિહાસ છે પણ બગસરામાં જે જગ્‍યાએ રા માંડલિકનું લોહી પડયું હતું તે જગ્‍યાએ તેનો પાળીયો છે. બગસરાના હરેશભાઇ ગુણુ ભાઇ જોષી, લખુભાઇ સહિતનું ગ્રુપ રા માંડલિકના પાળીયાની સેવા, પુજા સહિતના ધાર્મિક કાર્યો સંભાળે છે આજે પણ રા માંડલિકના વંશજો અમદાવાદના બાવળાનજીક છે અને રા માંડલિક તેના સુરાપુરા તરીકે પુજાય છે.