Main Menu

૨૦૧૧માં રિવર ફ્રન્ટની ૧૦૦૦ કરોડની જમીન આપવા લંડનની આર્કિટેક્ટ ફર્મને આપેલ લેટર ઓફ ઇન્ટેન્ટ See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedab

અમદાવાદ, તા.16 ફેબ્રુઆરી 2018,શુક્રવાર અમદાવાદ મ્યુનિ. બોર્ડની આજે બજેટ પર મળેલી બેઠકમાં વિપક્ષના નેતાએ નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૃ. ૧૧,૩૦૦ કરોડના કરેલા કૌભાંડના જેવું જ કૌભાંડ અમદાવાદ મ્યુનિ. સાથે થવાની સંભાવના હોવાનો મુદ્દો રજુ કરી સૌને ચોંકાવી દીધા હતાં. નિરવ મોદીએ લેટર ઓફ ઇન્ટેન્ટના આધારે બેંકીંગ ઇતિહાસમાં બહું મોટો ફ્રોડ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.એ આવો જ લેટર ઓફ ઇન્ટેન્ટ લંડનની સેલોરિયા આર્કિટેક નામની કંપનીને રિવરફ્રન્ટની પ્રાઇમ લોકેશનની ૨૦ હજાર ચો.મીટર જમીન આપવા અંગેનો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક પાસેથી આવાજ પ્રકારનો લેટર મેળવીને વિદેશોમાં કરોડો રૃપિયાની લોન લઇ આચરેલું કૌભાંડ આજકાલ દેશભરમાં ચર્ચામાં છે. અમદાવાદ મ્યુનિ.એ ૨૦૧૧માં લંડન સ્થિત સલોરિયા કંપનીને રિવરફ્રન્ટની એનઆઇડી પાછળની જગ્યામાં લંડન આઈ નામનું ચકડોળ ઉભું કરવા લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો છે. જે જમીન આપવાનો લેટર મ્યુનિ. સત્તાવાળાઓએ આપ્યો છે, તેની કિંમત રૃ. ૧૦૦૦ કરોડ આંકવામાં આવે છે. ઉપરાંત ચાર વર્ષમાં આ લેટર ઓફ ઇન્ટેન્ટની આડમાં આ કંપનીની પ્રપોઝલ મંગાવવા ત્રણ વાર મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે. કોઇ પણ જાતના ટેન્ડર વગર બારોબાર રિવરફ્રન્ટની આ કિંમતી જમીન સલોરિયા આર્કિટેક નામની કંપનીને આપવામાં કોને રસ છે ? તેવો પ્રશ્ન વિપક્ષે ઉભો કરી ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના સત્તાવાળા અને અધિકારીઓએ બોર્ડને ખાતરી આપવી જોઈએ કે મ્યુનિ.ના લેટરનો વિદેશમાં લોન લેવા માટે કયાંય દુરૃપયોગ નથી થયો અને થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમારી (સત્તાવાળાઓ)ની રહેશે. નિરવ મોદીની મોડસ ઓપરેન્ડી પરથી મ્યુનિ.એ બોધપાઠ લેવા જેવો છે અને આ પ્રકારના લેટર આપતા પહેલાં પૂર્ણ ચકાસણી કરવી જોઈએ, તેવો માહોલ ખડો થયો છે. મેયરે કહ્યું હતું કે અમે આ અંગે તપાસ કરીશું આવી કોઇ વિગત નથી.