Main Menu

ઇફકોના ડાયરેકટર પદે ચૂંટાતા દિલીપભાઇ સંઘાણી

ઇફકોના ડાયરેકટર પદે શ્રી દિલીપભાઇ સંઘાણીની વરણી થતા શ્રી દિલીપભાઇ સંઘાણીની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાયું છે.

દિલ્‍હી ખાતે મળેલી ઇફકોની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી યોજાતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને ઇફકોના ડાયરેકટર પદે ચૂંટવામાં આવ્‍યા છે જેને સર્વેએ આવકારી ખુશી વ્‍યક્‍ત કરી હતી.

શ્રી દિલીપભાઇ સંઘાણી ઇફકોના ડાયરેકટર પદે ચૂંટાતા ઇફકોના ચેરમેન અને ઇફકોના અધિકારીઓ તેમજ બોર્ડના સદસ્‍યોએ અભિનંદન પાઠવ્‍યા હતાં.

નાફસ્‍કોબ જેવી આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાના ચેરમેન પદે સેવા આપતા દિલીપભાઇ સંઘાણીએ સહકારીક્ષેત્ર સર કરી હવે સહકારી ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય ફલક ઉપર કાઠુ કાઢયુ છે અમરેલી માટે ગૌરવરૂપ ઘટના કહેવાય.