Main Menu

અમરેલી કોમર્સ કોલેજમાં વિદાય સમારોહ યોજાયો

અમરેલી,

અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોર્મસ કોલેજમાં ટી.વાય. બી.બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાયમાન સમારોહ સંસ્‍થાના મંત્રી મનસુખભાઇ ધાનાણીના અઘ્‍યક્ષ પદે ચતુરભાઇ ખુંટના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. કાર્યક્નમના પ્રારંભે કોલડીયા વિભુતી, અકબરી સુરભી દ્વારા પ્રાર્થના રજૂ થયા બાદ શમ્‍દો અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત ઇન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ ડો.એમ.એમ.પટેલે કર્યા બાદ ઉપસ્‍થિત મહેમાનોએ કાર્યક્નમનું દિપપ્રાગ્‍ટય કરી કાર્યક્નમ ખુલ્‍લો મુકયો હતો. વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્‍યક્‍તિ રજૂ કરી હતી. પોતાના વકતવ્‍યમાં કેમ્‍પસ ડાયરેકટર હસમુખ પટેલ, ડો.વિશાલ પાટીદાર, ડો.જે.એમ.તળાવિયાએ વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્‍ય માટે શુભકામના પાઠવી હતી. અઘ્‍યક્ષપદેથી મનસુખભાઇ ધાનાણીએ આર્શિવચન પાઠવ્‍યા હતાં. સમગ્ર કાર્યક્નમનું સંચાલન ફેકલ્‍ટી મેમ્‍બર પ્રા.કલ્‍યાણીબેન રાવલ, પ્રા.જે.ડી.સાવલીયા, પ્રા.ભારતીબેન ફીણવીયા અને લાયબ્રેરીયન વિશાખાબેન ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં કર્યું હતું.






error: Content is protected !!