Main Menu

દેવગામ શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્નમ યોજાયો

દેવગામ,

શેઠ શ્રી ખીમચંદભાઇ કાળાભાઇ પારેખ પે-સેન્‍ટર શાળા દેગામમાં માતૃ-પિતૃવંદના કાર્યક્નમ યોજાયો હતો. દાતાશ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરીયલ રીલીઝીયસ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમદાવાદના સહયોગથી તેમના ટ્રસ્‍ટી કનૈયાલાલ (દાતાશ્રી) ગૌ.વા.ચંપકલાલ ખુશાલદાસ પારેખ તથા માતૃશ્રી ગૌ.વા.યમુનાબેન ચંપકલાલ પારેખની સ્‍મૃતિમાં માતૃ-પિતૃવંદના કાર્યક્નમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પશ્ચિમિ સંસ્‍કૃતિનાં આંધળા અનુકરણ સામે ભારતીય સંસ્‍કૃતિ ટકાવવા માટે અને બાળકોમાં માતા પિતા અને ગુરૂપ્રત્‍યેની ભાવના જાગૃત થાય તેવા શુભ આશયથી કાર્યક્નમનું આયોજન થયેલ. આ કાર્યક્નમમાં શાળાના તમામ બાળકોએ પોતાના માતા અને પિતાને ખુરશી પર બેસાડી તેમની પુજા કરી વંદના કરવામાં આવી હતી અને માતા પિતાના આર્શિવાદ મેળવ્‍યા હતાં. દાતાશ્રી કનૈયાલાલ પારેખે શાળાને વોટરકુલરનું દાન આપેલ. કાર્યક્નમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.