Main Menu

ઓળીયા પટેલ સેવા સમાજ દ્વારા રજત જયંતિ સમારોહ યોજાશે

ઓળીયા,
ઓળીયા ગામ પટેલ સેવા સમાજ દ્વારા 2પ મો રજત જયંતિ સમુહલગ્‍ન સમારોહ તા.20/2/18 મંગળવારના હોટલ સહયોગની સામે નવા પ્‍લોટની બાજુમાં ઓળીયા મુકામે આયોજન કરવામાં આવેલ છે. આ સમારોહના પ્રમુખપદે સુખારામગ્રુપ (ગાધકડા) સુરત નનુભાઇ કરશનભાઇ સાવલીયા, ઉદઘાટક લક્ષ્મીડાયમંડ સુરત, વસંતભાઇ હરિભાઇ ગજેરા મુખ્‍યમહેમાન, રામકૃષ્‍ણ એક્ષ્પોર્ટ સુરત, ગોવિંદભાઇ લાલજીભાઇ ધોળકીયા અતિથિ વિશેષ રમેશભાઇ લવજીભાઇ ધડુક, રવજીભાઇ બેચરભાઇ ધામેલીયા, મથુરભાઇ માધાભાઇ સવાણી તેમજ રાજકીય મહાનુભાવોમાં સાંસદ નારણભાઇ કાછડીયા, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્‍યો પ્રતાપભાઇ દુધાત, વિરજીભાઇ ઠુંમ્‍મર, પૂર્વકૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ ધારાસભ્‍ય ધીરૂભાઇ ગજેરા, હનુભાઇ વી.ધોરાજીયા, વી.વી.વઘાસીયા, ધીરૂભાઇ દુધવાળા, જી.પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમ્‍મર, તા.પંચાયત પ્રમુખ શ્રીમતિ મંગળાબેન ડાવરા, પૂર્વધારાસભ્‍ય કાળુભાઇ વિરાણી, દિપકભાઇ માલાણી, ચિમનભાઇ શેખડા તેમજ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાંથી પટેલ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્‍થિત રહેશે. દરેક કન્‍યાઓને કરીયાવરમાં 33 જેટલી વસ્‍તુઓ આપવામાં આવશે. આસમુહલગ્‍નમાં ઓળીયા ગામ પટેલ સેવા સમાજ અને પ્રજા ઉત્‍થાન ચે.ટ્રસ્‍ટ આયોજીત રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્‍તદાન શિબિરનું ઉદ્દઘાટન મ્‍લકબેન્‍કના ચેરમેન ડો.કાનાબાર તેમજ ચતુરભાઇ કનુભાઇ શ્‍યાણી નાના ભમોદ્રાના વરદ્દ હસ્‍તે કરવામાં આવશે. આ સમુહલગ્‍નને સફળ બનાવવા માટે ઓળીયા પટેલ સેવા સમાજના પ્રમુખ હરિભાઇ વાવીયા, મંત્રી ગભરૂભાઇ દેસાઇ અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


error: Content is protected !!