Main Menu

અમરેલીમાં મોબાઇલ એસોસીએશનની સ્‍થાપના : હોદ્દેદારોની વરણી

અમરેલી,અમરેલીમાં મોબાઇલનાં વેપારીઓની બેઠક મળી હતી જેમાં મોબાઇલ એસોસીએશનની સ્‍થાપનાં કરાતા પ્રમુખ તરીકે હાર્દિકભાઇ સેજલીયા,(શ્રીજી મોબાઇલ), ઉપપ્રમુખ ચેતનભાઇ ચૌહાણ (ખોડીયાર મોબાઇલ), ખજાનચી દિપકભાઇ ધાનાણી (બાલમુકુંદ મોબાઇલ), મહામંત્રી કમલેશબાપુ( એમ્‍બી એન્‍ટરપ્રાઇઝ), મંત્રી યોગેશભાઇ સાવલિયા (પ્રિન્‍સ મોબાઇલ), સેક્નેટરી ગૌરાંગભાઇ કાનપરીયા( ખોડીયાર મોબાઇલ), સંગઠન મંત્રી શૈલેષભાઇ કાબરીયા (મોબાઇલ પોઇન્‍ટ), સલાહકાર મંત્રી પદે વિપુલભાઇ કાનપરીયા (પાર્થમોબાઇલ)ની વરણી કરી છે જયારે કમીટી મેમ્‍બર તરીકે જયેશભાઇ ઉભડા, પીયુષભાઇ કનાળા, ખુશાલભાઇ પટેલ, અશોકભાઇ દેસાઇ, હિતેશભાઇ ભટ્ટ, બિપીનભાઇ પટેલ, નિખિલભાઇ સોંઢા, પીન્‍ટુભાઇ કાલાણી, અલ્‍તાફભાઇ બકાલી, પીન્‍ટુભાઇ ગજેરા, નિતિશભાઇ જોગી અને મેમ્‍બર તરીકે યશ મોબાઇલ, દેવ મોબાઇલ, ન્‍યુ રાધેશ્‍યામ મોબાઇલ, અવધ મોબાઇલ, મોબાઇલ ટાઉન, સૃષ્‍ટી મોબાઇલ, નવદીપ મોબાઇલ, શિવ મોબાઇલ, ઓમ મોબાઇલ, મોબાઇલ વર્લ્‍ડ, શ્રી હરિ મોબાઇલ, સેટેલાઇટ મોબાઇલ, એકતા મોબાઇલ, મોબાઇલ સ્‍ટેશન, ન્‍યુ સુપર મોબાઇલ, ગેલોર્ડ મોબાઇલ, જલારામ મોબાઇલ, રઘુવીર મોબાઇલ, પ્રીયાંશી મોબાઇલ, હેપીહોમ, પૂજા મોબાઇલ, અજમેરી મોબાઇલનો સમાવેશ થયો છે. મોબાઇલ વેપારીઓની આ બેઠકમાં શહેરનાં તમામ વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને પ્રશ્‍નોની ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં એસોસીએશન સ્‍થાપવા હોદ્દદારોની વરણી કરી હતી.