Main Menu

અમરેલી જિલ્લા બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી 26 મીએ શ્રીલંકામાં

અમરેલી,
જુના વડોદરા રાજયમાં સને.1909 ની સાલમાં આ બેંક ધી અમરેલી ખેતીવાડી પેઢી લી.ના નામથી રચાઇ હતી. સને.1950 માં મુંબઇ રાજયના સહકારી કાયદા અન્‍વયે બેંક તરીકેનું રજીસ્‍ટ્રેશન તા.23/8/1950 ના રોજ થયેલ હતું અને ત્‍યારબાદ સને.1960 ના વર્ષમાં ગુજરાત રાજયની અલગ સ્‍થાપના થતા સને.1961 ના સહકારી કાયદા અન્‍વયે આ બેંક જિલ્લા બેંક તરીકેની કામગીરી શરૂ કરેલ હતી. સને.1950 થી બેંક તરીકેની કામગીરી શરૂ કર્યા બાદ છેલ્‍લા 59 વર્ષથી આ બેંકનો ઓડીટ વર્ગ સતત અ જ રહેલ છે. જે આ બેંકની એક સુવર્ણ અંકીત સિઘ્‍ધી છે. આ બેંકે લાંબી મંઝીલ કાપી સહકારી પ્રવૃતિમાં આમુલ પરિવર્તન લાવી બેંકના માજી પ્રમુખ માન.સ્‍વ.શ્રી દ્વારકાદાસભાઇ પટેલ દ્વારા બેંકનું એક વૃક્ષના રૂપમાં જતન કરેલ તેને માન.પ્રમુખ શ્રી દિલીપભાઇ સંઘામીએ એક વટવૃક્ષની જેમ વિકસાવી પ્રગતિના પંથે લઇ ગયેલ છે. આ બેંકનો મુખ્‍ય ગોલ અમરેલી જિલ્લાનાં ખેડૂતોને સસ્‍તા દરે ધિરાણ પુરૂ પાડી જિલ્લાનાં ખેડૂતોનો સામાજીક તથા આર્થિક વિકાસ થાય તેવો છે. બેંકની કુલ 71 શાખાઓ મારફત ધિરાણ તેમજ બેંકીગ કામગીરી આવે છે. બેંક સાથે 335 પ્રાથમિક ખેતીવિષયક મંડળીઓ અને 232 અન્‍યમંડળીઓ મળી કુલ 567 મંડળીઓ જોડાયેલ છે. આમ આ બેંકે જિલ્લામાં વિશાળ નેટવર્ક ધરાવે છે.
આ બેંક તરફથી ખેડૂતોને 0 ટકા વ્‍યાજ દરે કે.સી.સી.પાક ધિરાણ આપવામાં આવે છે. આ બેંક દ્વારા જુદા-જુદા પ્રકારનાં ખેતિવિષયક મઘ્‍યમ મુદ્દત ધિરાણો, કલીન ક્નેડીટ, નોન-ફાર્મ ધિરાણો, બાજપાઇ બેંકેબલ યોજના તળેના વિવિધ ધિરાણો, સોના-ચાંદીના દાગીના સામે ધિરાણ, એન.સી.સી. તથા કે.વી.પી.સામે ધિરાણ, ગોડાઉન બાંધકામ માટે ધિરાણ, ઉચ્‍ચ શિક્ષણ લોન, ફળ ઝાડ માટે ધિરાણ, ટે્રકટર ધિરાણ, ખેડૂતો માટે હાઉસીંગ લોન, સેલ્‍ફ ગ્રુપોને ધિરાણ તેમજ ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામ્‍ય કારીગરો માટે સ્‍વરોજગાર ક્નેડીટકાર્ડ મારફત ધિરાણો આપવામાં આવે છે. આ જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો ધંધો વિકાસ પામે તેમજ ગ્રામ્‍ય અને શહેરી સ્‍તરે સ્‍વરોજગારનું નિર્માણ થાય અને જિલ્લાના લોકોની આમદાનીમાં વધારો થાય તે બાબતોને લક્ષ્યમાં લઇ આ બેંકના સહયોગથી અમરેલી જિલ્લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ લી.(અમરડેરી) ની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ બેંકને નાબાર્ડ દ્વારા 1999-2000 નાં વર્ષ માટેનો બેસ્‍ટ પર્ફોમન્‍સ એવોર્ડ મળેલ છે. ગુજરાત સ્‍ટેટ કો.ઓપ.બેંક દ્વારા સારી રીકવરી અંગેનાં વખતોવખત ઇનામો મળેલ છે. સને.2006-7 નાં વર્ષમાંએસ.જી.એસ.વાય. યોજના તળે બેસ્‍ટ બેંકરનો ડી.આર.ડી.એ.તરફથી એવોર્ડ મળેલ છે. બેંકે સતત 95 ટકા કે તેથી વસુલાત જાળવી રાખેલ છે. આ બેંકે આઇ.એન.જી.વૈશ્‍ય લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. લી અને ઇફકો ટોકીયો જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કાું. સાથે ટાઇ અપ કરેલ છે. જેને કારણે જિલ્લાનાં લોકોને વિમાનો લાભ મળી શકે છે.આ બેંકમાં ડીપોઝીટ ખાતાઓ કે ધિરાણ ખાતાઓ ઉપર અન્‍ય બેંકો દ્વારા વસુલવામાં આવતા ચાર્જીસ જેવા કે ડોરમન્‍ટ ચાર્જ, લોન પ્રોસેસીેંગ ચાર્જ, લોન સુપરવિઝન ફી કે અન્‍ય પ્રકારનાં કોઇ ચાર્જ લેવામાં આવતા નથી. મંડળીઓ પાસેથી ઇન્‍સ્‍પેકશન ફી લેવામાં આવતી નથી. ખેડૂત ખાતેદારોને ઝીરો બેલેન્‍સથી બચત ખાતા ખોલી આપવામાં આવે છે. 12 વર્ષથી મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને રૂા.1 થી બચતખાતા ખોલી આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં બચતની ટેવ પડે છે અને બેંકીંગ વ્‍યવહારની જાણકારી મળે છે. બેંક દ્વારા કુલ 228738 ખાતાઓ ખોલવામાં આવેલ છે. બેંકે ટેકનોલોજી અપનાવેલ છે. જેમાં બેંકની તમામ 71 શાખાઓ સી.બી.એસ.હેઠળ કામગીરી કરી રહેલ છે અને ગ્રાહકોને આર.ટી.જી.એસ., એન.ઇ.એફ.ટી., ઇન્‍ટર બ્રાન્‍ચ ટ્રાન્‍જેકશન, એસ.એમ.એસ.અલર્ટ, રૂપે ડેબીટકાર્ડ, રૂપે કિશાન કાર્ડ, માઇક્નો એટીએમઅને એટીએમ જેવી સુવિધા પુરી પાડી રહેલ છે.
આમ, માજી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીનું નેતૃત્‍વ અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા કરવામાં આવતા ખેડૂતલક્ષી નિર્ણયો તેમજ પારદર્શક વહીવટ તેમજ બેંકના સ્‍ટાફની સંનિષ્‍ટ કામગીરીને કારણે અમરેલી જિલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકે પ્રગતિની હરણફાળ ભરેલ છે. આ ઉપરાંત બેંકના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, નાફસ્‍કોબ, ગુજકોમાસોલ અને અમરેલી જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન તેમજ નાફેડમાં વાઇસ ચેરમેન અને ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંકમાં ડાયરેકટર તરીકેનો હોદો ધરાવે છે. હાલમાં તેઓની ઇફકો, ઇન્‍ડીયન પોટાશ લીમીટેડ, નેશનલ કાઉન્‍સીલ ફોર કો-ઓપરેટીવ ટ્રેઇનીંગ અને નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્‍ટમાં ડાયરેકટર તરીકે ચૂંટાયેલ છે. હાલમાં તેઓ ઇન્‍ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્‍સ-એશીયા અને પેસીફિક તેમજ નેશનલ કો-ઓપરેટીવ કાઉન્‍સીલ ઓફ શ્રીલંકાના સંયુક્‍ત ઉપક્નમે કોલંબો મુકામે તા.26/02/18 થી તા.01/03/18 દરમિયાન યોજાનાર કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા જઇ રહયા છે. આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ, બેંકના તમામ ડિરેકટરશ્રીઓ અને જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી.એસ.કોઠીયા તેમજ અમરડેરીના ચેરમેન શ્રી અશ્‍વિનભાઇસાવલીયા, વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઇ સંઘાણી, તામમ ડિરેકટરો અને એમ.ડી.શ્રી આર.એસ.પટેલ તેમજ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી શરદભાઇ લાખાણી, શ્રી જન્‍તીભાઇ પાનસુરીયા, શ્રી મનુભાઇ કસવાળા અને તમામ ડીરેકટરોએ શુભેચ્‍છા પાઠવેલ હતી.
આજે મળેલ બોર્ડ ઓફ ડાયરેકટર્સ મીટીંગમાં જિલ્લા બેંક અને અમરડેરીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ કેવડીયા કોલોની મુકામે લીડરશીપ ડેવલપમેન્‍ટ માટેના વર્કશોપમાં ભાગ લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો તેમ બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી.એસ.કોઠીયાની યાદી જણાવે છે.