Main Menu

ભાજપે વધુ એક ડઝન નગરપાલિકા ગુમાવી છે તોય એ નાટકમંડળી બધે ફૂલાતી ફરે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ ને કૉંગ્રેસ બંનેના બળાબળનાં પારખાં કરે તેવી નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને આ પરિણામોમાં પણ ભાજપનો ગ્રાફ નીચો ઊતરવાનું ચાલુ રભ્‍ું છે. ગુજરાતમાં કુલ 7પ નગરપાલિકાઓ માટે ચૂંટણી હતી. તેમાં અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકામાં ભાજપે બધા ઉમેદવારોને એળે કે બેળે બેસાડી દીધેલા ને આખી નગરપાલિકા જ બિનહરીફ કબજે કરેલી. એ સિવાયની બાકી રહેલી 74 નગરપાલિકા માટે મતદાન થયેલું ને તેમાં પ9 નગરપાલિકા ભાજપ પાસે હતી. કૉંગ્રેસ પાસે ગણીને છ નગરપાલિકા હતી ને બાકીની 9 નગરપાલિકાઓમાં સખળડખળ હતું. મતલબ કે કોઈની પાસે બહુમતી નહોતી અથવા અપક્ષ કે એનસીપી જેવા પક્ષોની બહુમતી હતી તેથી તેમનું રાજ હતું. સોમવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે 47 નગરપાલિકા કબજે કરી છે ન્નયારે કૉંગ્રેસના ભાગે 16 નગરપાલિકા આવી છે. 4 નગરપાલિકામાં ટાઈ પડી ને 6 નગરપાલિકામાં સખળડખળ જ રભ્‍ું છે. ક્‍યાંક અપક્ષ તો ક્‍યાંક બહુજન સમાજ પાર્ટી એમ તૃતીયમ પરિબળને નિર્ણાયક બેઠકો મળી છે તેથી ભાજપ ને કૉંગ્રેસ બેઉ લટકી ગયાં છે. સ્‍વાભાવિક રીતે જ આંકડાની રીતે ભાજપ જીત્‍યો છે ને અડધા ઉપરાંત નગરપાલિકાઓ કબજે કરીનેતેણે પોતાનું વર્ચસ્‍વ જાળવ્‍યું છે પણ એ છતાંય આ પરિણામો તેના માટે હરખાવા જેવાં નથી. તેનું કારણ એ કે આ પરિણામો ગુજરાતમાં ભાજપનો ગરાસ ધીરે ધીરે લૂંટાઈ રભે છે તેનો સાફ સંકેત આપનારાં છે.
ભાજપ માટે સૌથી મોટું ચિંતાનું કારણ એ છે તે તેની સત્તા હતી તેવી નગરપાલિકાઓની સંખ્‍યામાં મોટો ઘટાડો થયો છે. પહેલાં ભાજપ પાસે પ9 નગરપાલિકા હતી તેની સામે આ વખતે ભાજપ પાસે 47 નગરપાલિકા આવી છે. મતલબ કે પૂરી ડઝન નગરપાલિકા તેના હાથમાંથી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વીસેક ટકા બેઠકો ઘટેલી ને એટલા પ્રમાણમાં જ નગરપાલિકાઓ તેના હાથમાંથી ગઈ છે. બાકી રહેલી નગરપાલિકાઓમાંથી 8 નગરપાલિકામાં સખળડખળ છે ને 3માં ટાઈ પડી છે. નિયમ પ્રમાણે ન્નયાં ટાઈ પડી છે ત્‍યાં સિક્કો ઉછાળીને પ્રમુખ નક્કી કરવાના છે પણ એ પહેલાં ભાજપ એક-બે કાઉન્‍સિલર્સને ખેરવીને પોતાની પંગતમાં બેસાડીને સત્તા કબજે કરી શકે. ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકામાં એ ખેલ કરેલો જ. ગાંધીનગર મહા નગર પાલિકામાં ભાજપને સ્‍પષ્ટ બહુમતી નહોતી મળી એટલે ભાજપે કૉંગ્રેસના કોર્પોરેટરને તોડીને તેમને જ મેયર બનાવી દીધેલા. બીજે ઠેકાણે પણ ભાજપ આ ખેલ કરી ચૂક્‍યો છે તેથી તેના માટે આ વાતનીનવાઈ નથી. આપણે ત્‍યાં રાજકારણમાં એવું બધું ચાલતું જ હોય છે તેથી લોકોને તેની પણ નવાઈ નથી. ન્નયાં અપક્ષો કે બીજી પાર્ટીના ઉમેદવારો વધારે જીત્‍યા છે તેમને ખેરવીને પોતાના પડખામાં લેવાનો ખેલ તો ભાજપ માટે વધારે સરળ છે. મોટા ભાગના અપક્ષોની માનસિકતા જીસ કી તડ મેં લડ્ડુ, ઉસ કી તડ મેં હમ એવી હોય છે તેથી એ લોકો સામેથી ભાજપમાં આવી જાય એવું પણ બને. ટૂંકમાં ભાજપ પાસે ગુજરાતમાં સત્તા છે ને તેના જોરે ભાજપ આ બધી નગરપાલિકા પર કબજો કરી લે તોય તેની પાસે જેટલી નગરપાલિકાઓ હતી ત્‍યાં એ પહોંચવાનો નથી ને એ રીતે તેનો ગ્રાફ નીચે ઊતર્યો છે.
ભાજપ માટે બીજી ચિંતાની વાત એ છે કે, કૉંગ્રેસ ફાયદામાં રહી છે. કૉંગ્રેસ પાસે પહેલાં ગણીને 6 નગરપાલિકા હતી ને એ ત્રણ ગણીને વધીને 17 થઈ ગઈ છે. ગુજરાતમાં પહેલાં કૉંગ્રેસની હાલત એ હદે ખરાબ હતી કે, તેને નગરપાલિકા જેવી ચૂંટણીઓમાં ઊભા રહેવા માટે મુરતિયા જ નહોતા મળતા. કૉંગ્રેસના સિમ્‍બોલ પર ઊભા રહેવા લોકો તૈયાર નહોતા થતા ને તેના કારણે કૉંગ્રેસે અપક્ષ ઊભા રહેલા ઉમેદવારોને ટેકો આપવો પડતો. કૉંગ્રેસને ઉમેદવારો જ ના મળે એ શરમજનક કહેવાય ને એ શરમમાંથી બચવા કૉંગ્રેસે અપક્ષોને ટેકો આપવાનો ખેલકરવો પડતો. વિધાનસભાની ચૂંટણીમાં બેઠકો વધી પછી કૉંગ્રેસે આ વખતે પોતાના જોર પર લડવાનું એલાન કરેલું. તેમાં પણ જાફરાબાદ સહિતની ઘણી નગરપાલિકામાં ભાજપે તેનો ફજેતો તો કર્યો જ. કૉંગ્રેસને ઉમેદવારો જ ના મળ્‍યા એવી સ્‍થિતિ બીજે ઠેકાણે પણ થઈ પણ એ પછીય કૉંગ્રેસે પોતાના સિમ્‍બોલ પર લડવાની હિંમત બતાવી ને તેનું ફળ તેને મળ્‍યું છે. કૉંગ્રેસે હનુમાન કૂદકો લગાવીને પોતાના તાબા હેઠળની નગરપાલિકાઓની સંખ્‍યા સીધી 17 કરી નાખી છે. કૉંગ્રેસનું વર્ચસ્‍વ વઘ્‍યું એ ભાજપ માટે મોટી ચિંતાની વાત છે.
ભાજપ માટે ત્રીજી ચિંતાની વાત એ છે કે આ પરિણામો અર્ધ-શહેરી વિસ્‍તારનાં છે ને આ વિસ્‍તારો ભાજપનો ગરાસ છે. ગુજરાતમાં ગામડાં ભાજપના હાથથી ગયાં છે. પાટીદાર અનામત આંદોલન, દલિતો પર અત્‍યાચાર, ખેડૂતોની અવગણના, નોટબંધી અને જીએસટી સહિતના ઘણા મુદ્યા ભાજપને નડ્‍યા છે. અરૂણ જેટલી ભાજપના ફડચા અધિકારી છે. ભાજપે આ મામલે કશું ના કર્યું તેમાં ગામડાંમાં લોકો ભાજપથી ખફા છે ને એ ખફગી વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાયેલી. એ વખતે શહેરી ને અર્ધ-શહેરી વિસ્‍તારોએ ભાજપની આબરૂ સાચવેલી. જો કે અમરેલીએ તો પાંચેપાંચ બેઠકો પર ભાજપની આબરૂના લીરેલીરા ઉડાડ્‍યા હતા. અર્ધશહેરી વિસ્‍તારો વરસોથી ભાજપનો ગઢ છે પણ આ ગઢના કાંગરા ખરતા લાગી રભ છે. થોડાક તો થોડાક પણ કાંગરા ખર્યા છે એ ભાજપે કબૂલવું જ પડે. જો કે ભાજપ માટે મોટો ચિંતાનો વિષય આ પરિણામોની અસર છે. ગુજરાતમાં હવે પછી મોટી ચૂંટણી લોકસભાની આવશે ને ભાજપ માટે મોટી ચિંતા આ જે ટ્રેન્‍ડ છે તેની લોકસભાની ચૂંટણી પર પડનારી અસર છે. ગુજરાતમાં લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે તમામ ર6 બેઠકો કબજે કરેલી. ભાજપે રાજસ્‍થાન સહિતનાં ઘણાં રાન્નયોમાં આ દેખાવ કરેલો. એ વખતે આખા દેશમાં મોદીના નામની લહેર હતી તેથી કૉંગ્રેસના ભલભલા ધુરંધરો ધોવાઈ ગયેલા ને બધાંનો ગરાસ લૂંટાઈ ગયેલો.
કૉંગ્રેસમાંથી જેમની જીત પાકી ગણાતી હતી તેવા નેતા પણ ધૂળ ચાટતા થઈ ગયેલા ને શોઘ્‍યા ના જડે એવા ખોવાઈ ગયેલા. કૉંગ્રેસે કલ્‍પના નહોતી કરી એવી કારમી હાર ને ભાજપે કલ્‍પના નહોતી કરી તેવી ભવ્‍ય જીત એ વખતે મળેલી. ગુજરાતમાં અત્‍યારે જે ટ્રેન્‍ડ છે તે જોતાં ભાજપ માટે ર014ની ચૂંટણીના દેખાવનું પુનરાવર્તન કરવું બહુ કપરું છે. ર014માં મોદીના નામે પથરા પણ તરી ગયેલા પણ આ વખતે ભાજપને જીતતાં ફીણ પડે તેવી હાલત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે અડસઢ્ઢો માંડીએ તો પણભાજપ નાખી દેતાંય દસેક બેઠકો તો હારી જ જાય. વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્‍તારોમાં ભાજપનું ધોવાણ થયું તેના આધારે આ ધારણા બાંધી છે ને એ સંજોગોમાં ભાજપનો બધો મદાર શહેરી ને અર્ધ શહેરી વિસ્‍તારોના તેના વફાદાર મતદારો પર જ છે. હવે અર્ધ શહેરી મતવિસ્‍તારોમાં પણ ગાબડાં પડે તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડે. લોકસભાનો મતવિસ્‍તાર ગ્રામીણ ને અર્ધશહેરી વિસ્‍તારોનો બનેલો હોય છે તેથી ભાજપ માટે અઘરું થાય જ. ગુજરાતમાં દસેક બેઠકોનો ફટકો લોકસભામાં પડે તો આ નુકસાન ક્‍યાંથી સરભર કરવું એ ભાજપ માટે સમસ્‍યા છે તેથી ભાજપ માટે ચિંતાનો વિષય છે જ. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી પછી લોકોની નારાજગી દૂર કરીને ફરી લોકોને વિશ્રાસ સંપાદન કરવાની ભાજપ માટે તક હતી. કમનસીબે એવું થયું નથી ને આ પરિણામોએ સાબિત કર્યું છે કે ભાજપ તરફ લોકોમાં જે આઠ્ઠોશ હતો તે હજુ ગયો નથી. આ આઠ્ઠોશ બહુ વ્‍યાપક નહીં હોય તો પણ એટલો તો છે જ કે જે ભાજપને લોકસભાની ચૂંટણીમાં ફટકો મારી શકે. આ સંજોગોમાં ભાજપે હવે પછી લોકોની નારાજગી દૂર કરવાની મથામણ કરવાની જરૂર છે. ગુજરાતમાં ભાજપ સામે જેમને પણ નારાજગી ક્‍યાં કારણોસર છે તે કહેવાની જરૂર નથી. અમરેલીમાંભાજપનો એકેએક નાનોમોટો નેતા જાણે જ છે કે અમરવલ્લી એના કેવા કેવા ગોરખધંધાથી રિસાઈ ગઈ છે. અને કોગ્રેસનાય બહુ વખાણ કરવા જેવા નથી. પરેશ ધાનાણી અગાઉ પોતાના મત વિસ્‍તારમાં મહેમાન થઈને આવતા હતા ને હવે તો એમાંય ઘટ પડશે ને કહેશે કે હું તો વિરોધ પક્ષનો નેતા છું ને મારે તો બહુ કામ હોય. ગુજરાતમાં છેલ્લા બાવીસ વરસથી વિરોધ પક્ષના નેતાને શું કામ હોય છે ઈ તો સહુ જાણે છે. આ પાલિકાઓની ચૂંટણીમાં મિસ્‍ટર ધાનાણી નું શું યોગદાન છે એય બધા જાણે છે. તેઓ કોઈનું કલ્‍યાણ કરે કે ન કરે માત્ર અમરેલી કે જેના તેઓ ધારાસભ્‍ય છે એનું કલ્‍યાણ કરે તોય બહુ છે. આપણે આ નારાજગીનાં કારણોની ચર્ચા નથી કરતા કેમ કે આ કારણો જગજાહેર છે પણ તકલીફ એ છે કે આ કારણોના નિવારણ માટે ભાજપ સરકાર કશું કરતી નથી. ઉદાહરણ તરીકે ખેડૂતોની નારાજગીની વાત જ કરીએ તો ભાજપ ફરી સત્તામાં આવ્‍યો પછી તેણે અગાઉની નારાજગી દૂર કરવાના બદલે નવી નારાજગી ઊભી થાય તેવા નિર્ણયો લીધા છે. ખેડૂતોને ઉનાળામાં પાક માટે પાણી નહીં આપવાનો નિર્ણય તેનું ન્નવલંત ઉદાહરણ છે. દલિત આત્‍મવિલોપનની ઘટનામાં થયેલો ભગો પણ તેનું ઉદાહરણ છે. ભાજપે ગુજરાતનો ગરાસ સાચવવો હોય તો આ અભિગમ બદલવો પડશે.