Main Menu

ગુજરાત જેવા જ વાયબ્રન્‍ટ નાટકો મોદીએ હવે ભાજપી રાન્નયોમાં ચાલુ કર્યા છે

ઉત્તર પ્રદેશમાં ભાજપે ભજવેલું વાયબ્રન્‍ટ પ્રકારનું નાટક જોઈને મહારાષ્ટ્રને પણ વિકાસનો પાનો ચડ્‍યો છે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવાં રાન્નયો પણ સ્‍વદેશી, વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ઔદ્યોગિક સંમેલન (સમિટ) યોજી રભ છે ત્‍યારે ઔદ્યોગિક ષ્ટિએ દેશના બીજા ઠ્ઠમે આવતા મહારાષ્ટ્રએ અત્‍યાર સુધી આ દિશામાં પહેલ કેમ કરી નહીં તેનું આશ્ચર્ય જરૂર થાય, પરંતુ પદેર આયે, દુરસ્‍ત આયેજ્જની જેમ દેવેન્‍દ્ર ફડણવીસના નેતૃત્‍વ હેઠળ મહારાષ્ટ્ર સરકારે પમેગ્નેટિક મહારાષ્ટ્રજ્જનું ત્રણ દિવસનું સંમેલન હમણાં જ રાતોરાત દોડધામ કરીને ઉતાવળે યોન્નયું. રોકાણકારોનો પ્રતિસાદ જોઈ સરકારે દસ લાખ કરોડનું રોકાણ મેળવવાનો લક્ષ્યાંક વધારીને બાર લાખ કરોડ રૂપિયાનો કર્યો તે પ્રશંસનીય કહેવાય, પરંતુ પવાઈબ્રન્‍ટ ગુજરાતજ્જના અનુભવ પછી આવાં સરકારપ્રેરિત ઔદ્યોગિક સંમેલનમાં અબજોનાં રોકાણના વાયદા થાય તેથી મરાઠાઓએ પ્રભાવિત થવા જેવું નથી. કારણ એ કે છેવટે તો ખરેખર કેટલું રોકાણ આવ્‍યું તે જ સફળતાનો માપદંડ છે. ગુજરાતની પ્રજાનો આ અંગે કડવો અનુભવ છે અને દરેક તોતિંગ આંકડાઓમાં પ્રજા ખડખડાટ હસતી હોય છે કારણ કે એમ. ઓ. યુ. ના આંકડાઓપ્રજાને બેવકૂફ બનાવવા માટે જ હોય છે. દસ-પંદર ટકા પણ વાસ્‍તવિકતા બનતા નથી. આમ છતાં આવાં સંમેલન યોજવાનો ફાયદો એ કે સરકાર અને રોકાણકારો એકમેકના સીધા સંપર્કમાં આવે. સરકારને તેની નીતિ અને કાર્યઠ્ઠમોની રજૂઆતનો અવસર મળે, આધુનિક ટેક્‍નૉલૉજી અને ઉદ્યોગના પ્રવાહોથી પરિચય થાય અને રોકાણના માર્ગમાં નડતા વહીવટી અવરોધોની જાણ થાય. સામે પક્ષે રોકાણકારોને પણ સરકારની નીતિઓના આધારે નિર્ણયો લેવામાં સરળતા રહે. ગઈકાલે સંપન્ન થયેલા મેગ્નેટિક મહારાષ્ટ્રના ત્રણ દિવસના અંતે જે કરારો થયા તેમાં રાન્નયમાં ભવિષ્‍યમાં આવનારા પ્રોજેક્‍ટ્‍સનું વૈવિઘ્‍ય તથા ગુણવત્તાની આછેરી ઝલક જોવા મળી. હાઉસિંગ, બંદર, જેમ્‍સ-ન્નવેલરી પાર્ક અને માર્ગ પરિવહન ક્ષેત્રે રોકાણ માટેના કરાર (એમઓયુ) થયા છે. એટલું જ નહીં રાન્નયનો સમતોલ ઔદ્યોગિક વિકાસ પ્રેરતા નંદુરબાર અને નાંદેડ જેવા વિસ્‍તારોમાં પણ રોકાણ માટેના કરાર થયા છે. જોકે, આમાં ઊડીને આંખે વળગે તેવા મુંબઈ-પુણેને જોડતા હાઈપરલૂપ બાંધવાને લગતો વર્જિન ગ્રુપ સાથેનો કરાર છે.
હાઈપરલૂપ એ એક અત્‍યાધુનિક વાહન છે, જેનો પશ્ચિમના ધનાઢય દેશોમાં પણ વ્‍યાપક ઉપયોગ થતો નથી. આ વાહન પ્રતિ કલાકે 1000 કિ.મી.ની ગતિએ પ્રવાસ કરી આ બે શહેર વચ્‍ચેનોપ્રવાસ સમય ફક્‍ત ર0 મિનિટનો કરી નાખશે. બુલેટ ટ્રેનથી પણ આધુનિક એવા આ વાહનની મર્યાદાઓ અનેક અને ખર્ચ તથા ઉપયોગિતા અલ્‍પ છે ત્‍યારે મરાઠા સરકારે એ વિચારવું જોઈએ કે તે કયા ક્ષેત્રમાં રોકાણ ઈચ્‍છે છે. આધુનિક ટેક્‍નૉલૉજી અને રોજગારનો સમન્‍વય કરતું રોકાણ કે અત્‍યાધુનિક ટેક્‍નૉલૉજીના વપરાશમાં પહેલનો શ્રેય અપાવે તેવું રોકાણ? હાઈપરલૂપ પ્રોજેક્‍ટમાં રૂા. ર0,000 કરોડનું રોકાણ થાય તોપણ તેની તુલના બુલેટ ટ્રેનના પ્રોજેક્‍ટની સાથે થઈ શકે નહીં. મુંબઈ-અમદાવાદને જોડતો બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ ખર્ચાળ હોવા છતાં તેમાં જાપાન સરકારની ઉદાર શરતે લાંબા ગાળાની લોન હોવાથી તે સરવાળે મોંઘો નહીં પડે. બુલેટ ટ્રેનને અનેક દેશોએ અપનાવી હોવાથી ભારત પણ અપનાવે તે સમયની જરૂરિયાત છે. જોકે, સાથે એ સ્‍વીકારીએ કે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ જેનું ખાતમુહૂર્ત કર્યું તે નવી મુંબઈના રૂા. 16,000 કરોડના નવી મુંબઈનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મુકેશ અંબાણીએ વચન આપ્‍યું છે તે રૂા. 60,000 કરોડનું ડિજિટલ સંકુલ, આનંદ મહિન્‍દ્રની ઈ-વેહિકલ જેવા પ્રોજેક્‍ટસ નિર્ધારિત સમયે અને ગતિએ સંપન્ન થાય તો તે બદલાતા સમયની જરૂરિયાતને અનુરૂપ હશે અને રાન્નયનો દેશના ઔદ્યોગિક નકશામાં અગ્રણી તરીકેનો દરન્નજો જાળવી રાખશેઅને લાખો નવી રોજગારીનું નિર્માણ કરશે. પવાઈબ્રન્‍ટ ગુજરાતજ્જનાં બે અધિવેશન વચ્‍ચેના સમયગાળામાં આયોજિત પમેગ્નેટિક મહારાષ્ટ્રજ્જ સંમેલન મળ્‍યું. મહારાષ્ટ્ર રાન્નયની જેમાં વિશિષ્ટતા છે તે ટેક્‍સ્‍ટાઈલ, કૃષિ, જળ પરિવહન, માર્ગ પરિવહન અને એન્‍જિનિયરિંગનાં ક્ષેત્રે આધુનિક ટેક્‍નૉલૉજીનો સમન્‍વય કરતું રોકાણ લાવશે તો મહારાષ્ટ્ર રોજગારીનું સર્જન કરતું દેશનું ટોચનું રાન્નય બની રહેશે. રાન્નય સરકારે વર્ષ ર016માં કેન્‍દ્ર સરકારના પમેઇક ઇન ઇન્‍ડિયાજ્જ અભિયાનને સમર્પિત સંમેલનનું આયોજન કર્યું હતું. હવે તેણે સ્‍વતંત્ર રીતે આયોજન કર્યું છે અને તે સમયાંતરે કરતી રહે તેવી સંભાવના છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ સહિત દેશના સૌથી મોટા જૂથોએ ઉત્તર પ્રદેશની ઈન્‍વેસ્‍ટર સમિટમાં અબજો રૂપિયાની રોકાણ યોજના જાહેર કરી છે. આ રોકાણનું મૂલ્‍ય આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્ર માટે જાહેર થયેલા રૂા.1ર.1 લાખ કરોડની નજીક છે.જ્જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલી સમિટમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની હાજરીમાં રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિ.ના ચૅરમૅન મુકેશ અંબાણીએ આગામી ત્રણ વર્ષમાં રૂા.100 અબજના રોકાણની જાહેરાત કરી હતી. અંબાણીએ તો વટથી એમ કભ્‍ું હતું કે ટેલિકમ્‍યુનિકેશન એકમ રિલાયન્‍સ જિઓ ઈન્‍ફોકોમ લિ. ડિસેમ્‍બર સુધીમાં સંપૂર્ણ રાન્નયમાં કવરેજધરાવશે. રાન્નયમાં આ યોજના હેઠળ પહેલેથી જ રૂા.ર00 અબજનું રોકાણ કરવામાં આવ્‍યું છે. સોફ્‌ટવેર સર્વિસીસ પ્રદાતા તાતા કન્‍સલટન્‍સી સર્વિસીસ (ટીસીએસ)એ જણાવ્‍યું હતું કે, રાન્નયમાં 30 હજાર નાગરિકો માટે કેમ્‍પસ સ્‍થાપવામાં આવશે. જો કે, કંપનીએ ચોક્કસ સમયમર્યાદા સ્‍પષ્ટ કરી નહોતી. કેમ કરે કારણ કે આ તો ભાજપના દબાણને વશ થઈને સપનાઓ બતાવવાનો જ એક પ્રકારનો ધંધો છે. ન્નયારે અદાણીની યોજના ઉત્તર પ્રદેશમાં રૂા.3પ0 અબજનું રોકાણ કરવાની છે. આ આંકડા એટલા વિરાટ છે કે એનો અમલ થતા તો ગંગામાં ન જાણે કેટલાય પાણી વહી જશે. આદિત્‍ય બિરલા ગ્રુપની યોજના ઉત્તર પ્રદેશમાં રૂા.રપ0 અબજનું રોકાણ કરવાની છે. ટ્રેકટર અને કૃષિ સાધનો ઉત્‍પાદકની અગ્રણી કંપની મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા લિ.ની યોજના ઉત્તર પ્રદેશમાં ઈલેકટ્રિક વાહનો માટેનું ઉત્‍પાદન કેન્‍દ્ર સ્‍થાપવાની હોવાનું કંપનીના ચૅરમૅન આનંદ મહિન્‍દ્રાએ કભ્‍ું હતું તે ક્‍યારે સાચું પડશે ઈ તો ઈ કંપની જાણે ને ભાજપ જાણે. મહારાષ્ટ્રમાં રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝની યોજના રૂા.600 અબજના રોકાણ વડે વર્ષ ર0ર9 સુધીમાં ડિજિટલ ઔદ્યોગિક ટાઉનશીપ બનાવવાની છે.જ્જ મુંબઈ-પુણે વચ્‍ચે ઊંચી ક્ષમતાના પેસેન્‍જર અને કાર્ગો હાઈપરલૂપ બનાવવા વર્જિન હાઈપરલૂપ કંપની રૂા.400 અબજનું રોકાણ કરશે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજયને લઈને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો સાથે અગાઉ એક સવારે એક બ્રેકફાસ્‍ટ બેઠક પણ યોજી હતી. વડા પ્રધાનના નિવાસસ્‍થાને તમામ સાંસદનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ બ્રેકફાસ્‍ટ મિટિંગ દરમિયાન વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને જણાવ્‍યું હતું કે તેઓ કોઈ પણ મામલામાં (એન્‍ટી રોમિયો સ્‍કવોડ સહિત) પોલીસ પર બિનજરૂરી દબાણ ન લાવો. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને ટ્રાન્‍સફર અને પોસ્‍ટિંગથી પણ દૂર રહેવા સલાહ આપી હતી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સાંસદોની મહેનતને બિરદાવી હતી અને સાથે સાથે એવું પણ કભ્‍ું કે આગળ જતાં પણ આવી મહેનત ચાલુ રાખવામાં આવે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ સાંસદોને પોલીસ અને અન્‍ય અધિકારીઓની ટ્રાન્‍સફર અને પોસ્‍ટિંગથી દૂર રહેવા સલાહ આપી હતી. તેમણે સાંસદોને જણાવ્‍યું હતું કે જે અધિકારીઓ ખોટું કામ કરશે તેને તેમનાં પરિણામો ભોગવવાં પડશે. તમે આ માટે બિનજરૂરી અને ખોટું દબાણ લાવશો નહીં. વડા પ્રધાને સાંસદોને તાકીદ કરી છે કે સુશાસન જ તેમનો મૂળ મંત્ર રહેશે, ભલે પછી વિરોધ પક્ષોને તેમનો લાભ મળે. વડા પ્રધાન નરેન્‍દ્રમોદીએ સાંસદો સાથે 7, લોક કલ્‍યાણ ખાતે પોતાના નિવાસસ્‍થાને આ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્‍યક્ષ અમિત શાહ, કેન્‍દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ હાજર રભ હતા. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા ડો. મુરલી મનોહર જોશી પણ હાજર રભ હતા.વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ તમામ સાંસદોને રાન્નયમાં વિજય સુનિશ્ચિત કરવા જણાવ્‍યું હતું. ભાજપને એકલાને રાન્નયમાં 31ર બેઠક મળી હતી અને ભાજપના નેતૃત્‍વવાળા એનડીએને 3રપ બેઠક હાંસલ થઈ હતી. એવું માનવામાં આવી રભ્‍ું છે કે મોદી આજની બ્રેકફાસ્‍ટ બેઠકમાં ઉત્તર પ્રદેશના સાંસદને ર019ની લોકસભા ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી શકે છે. રાન્નયમાં લોકસભાની કુલ 80 બેઠક છે.
આ ષ્ટિએ ર019ની લોકસભાની ચૂંટણીમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં 73 બેઠક હાંસલ થઈ હતી. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદો બ્રેક ફાસ્‍ટ મિટિંગ માટે આજે સવારે વડા પ્રધાનના નિવાસસ્‍થાને પહોંચી ગયા હતા. ભાજપે પોતાનાં મિશન 300 પ્‍લસ માટે કેટલાય કેન્‍દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના સાંસદોને યુપીમાં તમામ તાકાત સાથે કામે લગાડ્‍યા હતા. સાંસદોને એવો ટાર્ગેટ આપવામાં આવ્‍યો હતો કે તેઓ પોતાના વિસ્‍તારોમાં વધુમાંવધુ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત કરે. સાંસદોના મહેનતનું પરિણામે આખરે ફળીભૂત થયું હતું. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી અને તેમના 9 પ્રધાનના સંસદીય ક્ષેત્રમાં ભાજપનો 100 ટકા સ્‍ટ્રાઈક રેટ જોવા મળ્‍યો હતો. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના કેબિનેટ પ્રધાન રાજનાથસિંહ, મેનકા ગાંધી, ઉમા ભારતી અને રાન્નય કક્ષાના પ્રધાન નરેન્‍દ્રનાથ પાંડેય, મહેશ શર્મા, સાઘ્‍વી નિરંજન ન્નયોતિ, સંજીવ બાલિયાન, સંતોષ ગંગવાર અને અનુપ્રિયા પટેલના વિસ્‍તારોની તમામ વિધાનસભા બેઠક પર ભાજપની જીતનો ભગવો લહેરાયો હતો. સાંસદોની આ મહેનતથી ખુશ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના તમામ સાંસદોને પોતાની સાથે બ્રેકફાસ્‍ટ પર આમંત્રણ આપ્‍યું હતું અને તમામ સાંસદો સાથે તેમણે ર019ની લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી. જે વાયબ્રન્‍ટ નાટકો ગુજરાત જોઈ ચૂક્‍યું છે એનું મોદી હવે જુદા જુદા રાન્નયોમાં પુનરાવર્તન કરે છે એમ અખિલેશ યાદવ કહે છે તેમાં ખાનગીમાં તો આખા ગુજરાતની સંમતિ છે.