Main Menu

રાજુલાના ડુંગરમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે

ડુંગર,

શ્રી ડુંગર ઉત્‍કર્ષ સમાજ મુંબઇના સૌજન્‍યથી હનુમંત હોસ્‍પિટલ મહુવા દ્વારા વિનામુલ્‍યે સર્વરોગ નિદાન, સારવાર અને રૂબેલા રસીકરણ કેમ્‍પ તા.25/2/2018 રવિવારે સવારે 10 થી 1 સુધી જે.એન.મહેતા હાઇસ્‍કુલ ડુંગર ખાતે યોજાશે.આ કેમ્‍પમાં ડો.સત્‍યજીતસિંહ બારડ, ડો.પરેશ બાળધા, ડો.મિતલ શાહ, ડો.રશ્‍મિ શર્મા, ડો.દાનુભાઇ મોરી, ડો.ડેઇજીબેન શેઠના ડો.મોહનભાઇ પટેલ સેવા આપશે.મુખ્‍યમંત્રી અમૃતમ યોજના હેઠળ ડાયાલીસીસના કિડની, પથરીના દર્દીની હનુમંત હોસ્‍પિટલ મહુવા ખાતે વિનામુલ્‍યે ઓપરેશન કરી અપાશે.નેત્રમણી સાથે મોતીયાના ઓપરેશન પણ કરી અપાશે.દર્દીઓએ ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવા પ્રમુખ કૃષ્‍ણકાંત ચીતલીયા, ભુપતભાઇ મહેતાએ જણાવ્‍યં છે.