Main Menu

ભારતને ભ્રષ્ટાચાર કરતાય વધુ ઝડપથી રાજકારણીઓ જ સરેઆમ લૂંટે છે

એક સમય એવો પણ જોવા મળ્‍યો હતો કે ગામડાનો માણસ, સરકારના ત્રીજા વર્ગના કર્મચારી ગણાતા તલાટી પાસે હાથ જોડીને ઊભો રહેતો, પછી તેની સામે નાની નોટ્‍સ ધરીને ફરી હાથ જોડતો અને પછી પોતાનું કામ પૂરું થવાની રાહ જોતો, કાર્યાલયની દીવાલને અઢેલીને બેસી રહેતો… રૂપિયાની નોટ્‍સ ધરી દીધી હતી એટલે તેનું કામ તો થવાનું જ હતું… આવું સમાજના દરેક વહીવટી ક્ષેત્રે જોવા મળતું, હવે થોડું શ્‍ય બદલાયું છે, પણ ઘણા નાણાં સફેદમાંથી કાળાં થયા પછી.
ભારતના નાગરિક સમાજોમાં ભ્રષ્ટાચારના વિરોધનો વંટોળ ફૂંકાયો છે. હવે લોકોને એમ થવા લાગ્‍યું છે કે, બહુ થઈ ગયું. દરેક વ્‍યક્‍તિ પોતાની રીતે ભ્રષ્ટાચારના વિરોધમાં કંઈને કંઈ કરી રહી છે. ઘણા એકઠા થઈને સમસ્‍યા શેરીમાં લાવતા થયા છે. ઘણા ઓનલાઈન નો ઉપયોગ કરી રભ છે, કેટલાકે કોર્ટના દરવાજા ખટખટાવ્‍યા છે, કેટલાક પ્રસાર માઘ્‍યમો પાસે દોડી જાય છે. વિરોધના વંટોળમાં કેટલાક પ્રધાનોની પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ છે, તો કેટલાક મોટા ખેલાડીઓના કપાળે કરચલીઓ દેખાવા લાગી છે. ત્‍યારે હિંદી કવિ દુષ્‍યંતકુમારની પંક્‍તિ યાદ આવે છે કે, હો ગઈ હૈ પીર પર્વત-સી, પિઘલની ચાહિએ, ઈસ હિમાલયસેકોઈ ગંગા નીકલની ચાહિયે મેરે સીને મેં નહીં તો, તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ, જલની ચાહિયે…. પણ, કમનસીબે થાય છે એવું કે, આ ભ્રષ્ટાચારની આગ બૂઝતી જ નથી. એક તરફ સમાજ જાગૃત થાય છે, ત્‍યારે બીજી તરફ બૅંકોના ગેરવ્‍યવહારોએ જનસમાજને વિચારતો કરી દીધો છે. હજુ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ આપેલા જખમ પર મલમપઢ્ઢી થઈ રહી છે, ત્‍યાં રૉટૉમેક પેનના નિર્માતા વિઠ્ઠમ કોઠારી અને તેના પુત્રની બૅંકો સાથે કરેલી છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવ્‍યાની શાહી તાજી જ છે. પિતા-પુત્રએ અંદાજે ત્રણ હજાર કરોડનું ફુલેકું ફેરવ્‍યું છે. એ અગાઉનો બેડલોન્‍સનો આંકડો 1 લાખ કરોડને પણ આંબી ગયો છે. આ બધા કૌભાંડો પાછળ બૅંકોમાં ચાલતો ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. આવા કૌભાંડોના કારણે ભ્રષ્ટાચાર અંગેની વૈશ્રકિ યાદીમાં ભારતે બે ઠ્ઠમાંક પાછળ ધકેલાઈ જવું પડ્‍યું છે. મતલબ કે પ્રતિષ્ઠાને લૂણો લાગ્‍યો છે. બાકી, અત્‍યારે દેશ એ બાબતે ઠ્ઠાંતિના માર્ગે છે. ભ્રષ્ટાચારની આ હાલત વૈશ્રકિ સ્‍તરે છે, પરંતુ પશ્ર્‌ચિમના દેશો અને ભારત એક સરખી રીતે જ ભ્રષ્ટાચાર વિરોધી કાર્ય કરી રભ છે. ભારતમાં ભ્રષ્ટાચારની ઉત્‍પત્તિ અને ઉછેર અંગે થોડાં પરિબળો જવાબદાર હતાં. જેમાં જાહેરસાહસોનાં પગાર ધોરણ અને સત્તા, કરવેરાના પ્રકારઅને રાજકારણે બહુ મોટી ભૂમિકા ભજવી છે. ન્નયારે બ્રિટિશરોએ ભારત છોડ્‍યું ત્‍યારે તેના અધિકારીઓના પગાર ધોરણ બહુ જ ઊંચાં હતાં. શક્‍ય છે કે, એ પોતાનો દેશ છોડીને ભારતમાં રહીને નોકરી કરતા હતા એટલે હોઈ શકે, પણ સ્‍વતંત્રતા પછી, અંગ્રેજ અધિકારીઓ ધીરે ધીરે જતા રભ અને ભારતીય અધિકારીઓ નિમાતા ગયા, જેમના પગાર ધોરણ નીચાં રભં. આ રીતે ઓછા પગારદાર લોકો સાઈડમાં કટકી લેવા મજબૂર બન્‍યા. જે તમામ વહીવટી વિભાગમાં પ્રસરતું ગયું, પછી એ સડો ખૂબ વઘ્‍યો. આવું સિંગાપોરના પ્રમુખ લી-કવાન યૂને સમજાયું હતું, તેણે ભારત જેવી ભૂલ ન કરી. કરવેરાનું ભારણ લોકો પર ખૂબ રભ્‍ું. 1970 સુધી તો ઊંચી આવક ધરાવનારા ભારતીય નાગરિકોએ 93.પ ટકા જેટલો કરવેરો ભરવો પડ્‍યો છે. તેમાં પણ વેલ્‍થ અને ઈન્‍કમ બંનેનો વેરો ભેગો કરીએ તો ખરી આવકથી તેનું પ્રમાણ વધી જતું હતું એ ભારથી બચવા ટેક્‍સ કલેક્‍ટર્સની સત્તાનો લાભ લેવાતો થયો અને કટકી ની બારી ખૂલી ગઈ સરકારને કરવેરો મળતો અને અમલદારોને ઉપરની મલાઈ એ જ રીતે કેટલાક વિદેશી વેપાર અને દારૂના વેચાણને સરકારે અતિપ્રતિબંધિત કરતાં માફિયાઓનો જન્‍મ થયો અને કાળા નાણાંનો ભરાવો વધતો ગયો, તેમ જ ભરડો પણ વધતો ગયો. તેમાં રાજકારણીઓ પર તેની બહુ અસરથઈ. થયું એવું કે, ચૂંટણી લડવા માગતા નવા ઉમેદવારોએ પ્રચાર ખર્ચને પહોંચી વળવા માટે પહેલાં ગેરકાનૂની પ્રવૃત્તિ દ્વારા નાણાં કમાઈ લેવાનું શરૂ કર્યું. તેઓએ માફિયાઓ પાસેથી નાણાં ઉછીના લીધાં અને ચૂંટાયા પછી, ખોટાં કામ ચાલુ રાખવાં પડ્‍યાં એ નાણાં પાછા આપવા માટે બીજી મુદતમાં ચૂંટાવાનો ભરોસો ન રહેતાં તેમણે પારિવારિક ભવિષ્‍ય સમૃદ્ધ કરવા ઘર ભરવા માંડ્‍યાં. હવાલાની પ્રવૃત્તિ પણ વેપારીઓથી પહેલાં રાજકારણીઓએ જ શરૂ કરી. તેમાંથી જ આતંકવાદનું જાળું ગુંથાયું. આ બધામાંથી ભારત ધીરે ધીરે મુક્‍ત થતું જોવા મળે છે. કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્‍ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારત દેશમાં સરકારી અધિકારીઓમાં વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ઠ્ઠમાંક 94મો આવે છે અને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોમાં તે સ્‍થાન ધરાવે છે. ભારત જેવા જ બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆતઅંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી. અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્‍યે માહિતગાર હોતી નથી. ભારતની એકવીસ દિવસની રાજકીય યાત્રાએ આવેલા રશિયાના એક જમાનાના વડાપ્રધાન ખુશ્ચેવે પાલમ હવાઈમથકે ઉચ્‍ચારેલાં આ વેણ આજે પણ છાતીમાં તીરની જેમ ખૂંચે છે . જતાં જતાં એમણે કહેલું અહીં આવ્‍યો ત્‍યારે હું નાસ્‍તિક હતો ઈશ્‍વરને માનતો નહોતો . પણ આ એકવીસ દિવસ ભારતમાં ફર્યો ને જે કંઈ જોયું સાંભળ્‍યું તેના પરથી મારી નાસ્‍તિકના ખતમ થઈ ગઈ . ઈશ્‍વર છે એવું હવે મને માનવા માંડ્‍યું છે . નહિતર આવડા મોટા દેશના રાજવહીવટ અને જાવનવ્‍યવહાર આજે જે રીતે ચાલી રભે છે – ભગવાનના ભરોસે આ દેશ જીવી રભે છે – તે એક ઇશ્‍વરીય ચમત્‍કાર સિવાય બીજું કાંઈ હોઈ શકે નહિ … ત્રીસ-ચાળીસ વર્ષ પૂર્વે ભયંકર કટાક્ષ કરી ગયેલા એ રાજપુરૂષ તો આજે આ ધરતી પર નથી . પણ આપણે તો હજી પણ ભ્રષ્ટાચારીઓ , દાણચોરો કાળાબજારિયાઓ , સંઘરાખોરો શોષણખોરો અને અત્‍યાચારીઓને હાથે વીંખાઈ-પીંખાઈ જ રભ છીએ ને ? સહુને પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર જ તમામ બુરાઈઓની જડ છે.ભ્રષ્ટાચારના દાનવને ખતમ કર્યા વગર કોઈ પણ વિકાસયોજના પાર પડી શકે નહિ અને કોઈ પણ પ્રશ્નનો અસરકારક ઉકેલ આવી શકે નહિ . ન્નયાં સુધી દિલ્‍હીના માથા પરનું આ કલંક કાયમ છે ત્‍યાં સુધી ભ્રષ્ટાચારનો આ દાનવ જીવનના દરેક ક્ષેત્રમાં ફેલાતો જવાનો. વિકાસના સુફળ તો એ હજમ કરશે જે પણ છેવટે જતાં લોકશાહી, આઝાદી , ઠ્ઠાંતિના તમામ લાભ અને જેને માટે આપણે ઝૂઝ્‍યા હતા તે જાવનમૂલ્‍યો એ બધું એના ઉદરમાં સમાઈ જશે-લોકનાયક શ્રી જયપ્રકાશ નારાયણની આ ચેતવણી ભારતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. એ હકીકત સામે લાલબત્તી ઘરે છે. એક પણ કેત્ર તો એવું બતાવો કે જેમાં ભ્રષ્ટાચાર ન હોય કેવળ રાજકરનમાઅં નહિ શિક્ષણમાં , પરીક્ષામાં , વેપારમાં , વ્‍યવહારમાં વર્તનમાં ભ્રષ્ટાચાર રૂપી દાનવ જ ફેલાઈ ગયો છે અને છતાં એવા લોકોને શોધવા મુશ્‍કેલ છે કે જે કહે કે ભ્રષ્ટાચારની માયાજાળ ભેદીને જ જંપીશ હું એમને ઉઘાડા પાડીને છડેચોક એમની આબરૂનો ઘજાગરો બાંધીશ … ના , આપણો અવાજ દબાઈ ગયો છે. આપણે બધું સહન કરવા ટેવાઈ ગયા છીએ. આપણે આપણા સ્‍વાર્થ ખાતર પટાવાળાને લાંચ આપતાં કે કારકુનને-ચા પાણીના પૈસા આપતાં જરાપણ અચકાતા નથી. બસના કંડકટરની દાદાગીરી આપણને કોઠે પડી ગઈ છે અને વેપારીઓ દ્વારાઉઘાડેછોગ આચરાતો ભ્રષ્ટાચાર આપણે સહન કરી લઈએ છીએ. ગજબ છે આપણી નસીબ પરની શ્રદ્ધા અને ધન્‍ય છે આપણી સહનશક્‍તિને …. જેમના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે એવા સત્તાલોભી મહાનુભાવો એ ચૂંટણીને નામે , સેવાને બહાને અને સત્તાને જોરે ભ્રષ્ટાચારરૂપી અજગરને ભારતભરમાં ફેલાવી દીધો છે. આખરે આ બધો ભ્રષ્ટાચાર સરકારની આંખમાં ધૂળ નાખીને થઈ રભે છે કે સરકારની ‘રહેમનજર‘ હેઠળ ખેલાઈ રભે છે એ તો કોઈ પૂછો ભારતીય સંસ્‍કૃતિના પૂજકો અને ભારતીય અસ્‍મિતાના સંરક્ષકો તમે કયાં સંતાઈ બેઠા છો ? સાચા રાજપુરૂષો ક્ષેત્રે સંન્‍યાસ લઈ લીધો એનું કેવું પરિણામ આવ્‍યું એ તો હવે સહુ નજરે જોઈ રભ છે. રાજકારણીઓ પાસે ચિક્કાર પૈસો છે એ તો ઠીક પણ એ સતત વધુ જંગી થઈ રભે છે. એની સામે ગામડાઓ ખાલી થઈ રભ છે ને બધા પાદર સૂમસામ છે. આના જવાબદાર લોકો રાજકારણીઓ જ છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી એ લોકોના ઘરમાંથી જ વહે છે. એ ન્નયાં સુધી બંધ નહીં થાય ત્‍યાં સુધી આમ નાગરિક માટે સોનાનો સૂરજ ઉગવાનો નથી.