Main Menu

છરીપાલિત સંઘનું સાવરકુંડલામાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

સાવરકુંડલા( પ્રદિપભાઇ દોશી),
તળાજા તાલુકાના દાઠાથી નિકળી જૂનાગઢ જઇ રહેલા છરીપાલિત સંઘનું આજે સાવરકુંડલા ખાતે ભવ્‍ય પ્રવેશ કરાયો હતો. સાવરકુંડલા જૈનદેરાસર ખાતે દરેક યાત્રિકો સાધુ-સાઘ્‍વીજીઓએ ચેટાવંદન કરી માંગલીક સંભળાથી નેસડી રોડ પડાય ખાતે વાજતે-ગાજતે મુકામે કર્યો હતો. સાંજે 4 કલા યોગતિલક સુરીશ્ચરજી મહારાજ સાહેબે માંગલિક સંભળાવ્‍યું હતું જેમાં જૈનધર્મ અને જીવનની કેટલીક હ્ય્‌દયસ્‍પર્શી વાતો સંભળાવી હતી. સાવરકુંડલા પંથકના જોગીદાસ ખુમાણની ખુમારી-ખમીરી અને વીરતાના ઉદાહરણ સાથે સંદેશ આપ્‍યો હતો આ પ્રસંગે સાવરકુંડલા સંઘ દ્વારા સંધપતિનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ જે વાડીમાં ઉતારો હતો તે વાડી માલિક બુહા પરિવારનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બે હાથી-ધોડા-ઉટગાડી અને સંગીતની સુરાવલી સાથે નિકળેલા 225 સાધુ-સાઘ્‍વીજીઓ અને 400 પદયાત્રીના કાફલાના દર્શને સમગ્ર સાવરકુંડલાના નગરજનો ઉમટી પડયા હતાં.


error: Content is protected !!