Main Menu

આજે દિલ્હીમાં નીટ મુદ્દે ગુજરાત સહિતના રાજ્યોના વાલીઓ કરશે વિરોધ પ્રદર્શન

નીટ મુદ્દે ગુજરાત સહિતના રાજ્યોના વાલીઓ આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાના છે. દિલ્હીમાં આજે વાલીઓ આરોગ્યપ્રધાન સાથે મુલાકાત કરશે અને નીટ-એમસીઆઈ રજિસ્ટ્રેશન મુદે સ્પષ્ટતા કરી નોટિફિકેશનની માગણી કરશે. જો સરકાર સ્પષ્ટતા નહીં કરે તો વાલીઓ સુપ્રીમકોર્ટમાં જશે. વાલીઓની માંગ છે કે સરકાર ૨0૧૭ માં ફિલિપાઈન્સ ગયેલા વિદ્યાર્થીઓને નીટ અને એમસીઆઈના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપે. ગુજરાતમાંથી ફિલિપાઈન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે ગયા છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે યુજી મેડિકલ પ્રવશ માટે નીટ અંતર્ગત નવો નિયમ જાહેર કર્યો હતો. નવા નિયમ મુજબ તા વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓએને નીટ ફરજીયાત આપવી પડશે. આ મુદ્દે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા માટે આજે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના વાલીઓ દિલ્હી પહોચ્યા છે. કેન્દ્ર સરકારે આ વર્ષે નીટને લઈને કરેલા નવા નોટિફિકેશન મુજબ વિદેશમાં એમબીબીએસ કરવા જનારા વિદ્યાર્થીઓએ પણ ફરજીયાત નીટ આપવી પડશે તેવી જાહેરાત કરી હતી. ગત વર્ષે પ્રથમવારની ફરજીયાત નીટ હોવાથી અનેક વિદ્યાર્થીઓ સારો સ્કોર ન લાવી શકતા ગુજરાત અને દેશની સરકારી અને સારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શક્યા નથી. ૨0૧૭ માં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક વિદ્યાર્થીઓએ નીટ આપી પણ ન હતી અને આવા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સ,ચીન સહિતના વિવિધ દેશોમાં એમબીબીએસ અભ્યાસ માટે જતા રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આ વર્ષે વિદેશ અભ્યાસ માટે પણ નીટ ફરજીયાત કરતા ખાસ કરીને ફિલિપાઈન્સ ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે ફિલિપાઈન્સમાં એમબીબીએસ પહેલા પ્રીમેડિકલ અભ્યાસ કરવો પડતો હોઈ હજુ સુધી તેઓનું એમબીબીએસ શરૂ થયુ નથી. આજે ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના વાલીઓ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીને મળવા દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરશે.