Main Menu

ચીનનાં રક્ષા બજેટથી ભારતની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચીન પોતાની શક્તિ વધારવાની તૈયારીમાં છે તો બીજી બાજુ ભારતનાં મુકાબલે ચીન પોતાની સેના પર ત્રણ ઘણો ખર્ચ વધારવાની તૈયારીમાં છે. સોમવારનાં રોજ તેઓએ પોતાનાં રક્ષા બજેટની જાહેરાત કરી હતી કે જેમાં છેલ્લાં વર્ષની તુલનામાં 8.1 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે.

ચીને પોતાનો રક્ષા ખર્ચ કરવા 175 અરબ ડૉલરનો પ્રસ્તાવ રાખેલ છે કે જે ભારતનાં 52.5 અરબ ડૉલર બજેટ કરતા ત્રણ ઘણો વધારે છે.

રક્ષા બજેટ પર વધારે ખર્ચ કરવા માટેનો બીજો દેશ ચીનઃ
સમાચાર એજન્સી શિન્હુઆએ નેશનલ પીપુલ્સ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલ અધિકારીક દસ્તાવેજનાં હવાલે એવું કહ્યું કે 2018નું રક્ષા બજેટ 1110 અરબ યુઆન (175 અરબ ડૉલર) હશે. ગયા વર્ષે ચીને રક્ષા ખર્ચને વધારી 150.5 અરબ ડૉલર કર્યો હતો.

હવે અમેરિકા બાદ રક્ષા ક્ષેત્ર પર ખર્ચ કરનારો દેશનો આ બીજો સૌથી મોટો દેશ છે. અમેરિકાનું રક્ષા બજેટ 602.8 અરબ ડૉલર છે. ચીનની અધિકારીક મીડિયાએ રક્ષા ખર્ચને વધારીને 175 અરબ ડૉલર કરવા પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે આ છેલ્લાં બે વર્ષની તુલનામાં થોડોક વધારે છે.

2013 બાદ ત્રીજી વાર રક્ષા બજેટમાં ઇકાઇ અંકની વૃદ્ધિ કરવામાં આવેલ છે. 2016માં રક્ષા ખર્ચમાં 7.6 ટકા અને 2017માં 7 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી.

સેનાને બનાવવામાં આવી સૌથી બેસ્ટઃ
એનસીપીનાં પ્રવક્તા ઝાંગ યેસુઇએ જણાવ્યું કે અન્ય પ્રમુખ દેશોની તુલનામાં ચીનનું રક્ષા બજેટ જીપીડી અને રાષ્ટ્રીય રાજકોષીય વ્યયનો જ એક નાનો ભાગ છે.

તેનો દરેક વ્યક્તિનો સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની તુલનામાં ઓછો છે. તેઓએ જણાવ્યું કે રક્ષા બજેટની વૃદ્ધિનો એક મોટો ભાગ પૂર્વમાં કરવામાં આવેલ ઓછા સૈન્ય ખર્ચની ભરપાઇ છે.(Next News) »