Main Menu

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની બુલેટપ્રુફ કારનું અકસ્માત

વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાની કારનો આજે સુરતના કામરેજ પાસે અકસ્માત થયો હતો જેમાં બુલેટપ્રુફ કારને નુકસાન થયુ હતુ પરંતુ પ્રવિણ તોગડિયા હેમખેમ બચી ગયા હતા. પ્રવિણ તોગડિયાના અકસ્માત પછી સવાલો ઉઠી રહ્યા છે કે, ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં અકસ્માત કેવી રીતે થયો? એક ટ્રેલરે તેમની કારને અડફેટે લઈ લેતા તેમની બુલેટપ્રુફ કારનો તો ક્ચ્ચરઘાણ નીકળી ગયો હતો પણ નેતાનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં કોઈ ઇજા નોંધાઈ નથી. તાજેતરમાં પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી આ એક્સિડન્ટને લઈને અનેક આશંકાઓના વમળ સર્જાઈ રહ્યા છે.  એક્સિડન્ટ પછી પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતાં. તોગડિયાએ પોલીસ પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, તેમને એસકોર્ટ પૂરું પાડવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાંય પોલીસે જાણીજોઈને તેમની સુરક્ષામાં ચૂક કરી છે. નિયમ અનુસાર, ઝેડ પ્લસની સિક્યોરિટી ધરાવતા વ્યક્તિના વાહનની પાછળ પણ પોલીસ એસ્કોર્ટ હોવું જોઈએ, જે ન હોવાથી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.