Main Menu

વકીલ કેશવાણી : ડોન દાઉદ ઇબ્રાહીમ શરતો સાથે ભારત આવવા તૈયાર

ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ ભારત આવવા ઈચ્છુક છે, એમ તેના ભાઈ ઈકબાલ કાસકરના વકિલ શ્યામ કેસવાનીએ થાણે કોર્ટના પ્રાંગણમાં જણાવ્યું હતું. ખંડમીના કેસની સુનાવણી માટે તેઓ ત્યાં આવ્યા હતા. કેસવાનીએ પુનરુચ્ચાર કર્યો હતો કે ગેન્ગસ્ટરે થોડા વર્ષો પૂર્વે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દાઉદના વકીલે જો કે પાછળથી જણાવ્યું હતું કે, દાઉદના ભારત પાછા આવવાના નિવેદનનો ખોટો અર્થ કરાય છે. તેમણે માત્ર અગાઉ રાજદ્વારીઓ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો કે જે છ સાત વર્ષ પહેલા બની હતી તેવી રજૂઆત કરી હતી. કેસવાનીએ જણાવ્યાા મુજબ ઈબ્રાહિમ તમામ આરોપોનો સામનો કરવા તૈયાર છે અને તે પોતાને આર્થર રોડ જેલમાં રાખવામાં આવે એવી તેની ઈચ્છા છે.જો આપણે અબુસાલેમ સાથે બાંધછોડ કરી શકીએ તો દાઉદ સાથે કેમ નહીં? એમ તેમણે સવાલ કર્યો હતો. થાણે ખંડણી વિરોધી સેલના ઈન્સ્પેક્ટર વિકાસ ઘોડકેએ જણાવ્યું હતું કે કેસવાનીએ કોર્ટના પ્રાંગણમાં જણાવ્યું હતું કે દાઉદ મુંબઈ આવવા માગે છે અને તેની બે શકતો છે. આ બાબતની તપાસ ચાલી રહી છે. દરમ્યાન તેના ભાઈ ઈકબાલ કાસકરને મંગળવારે નવ માર્ચ  સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. બિલ્ડર પાસેથી થાણેમાં ચાર ફ્લેટ અને રૃ. ૩૦ લાખની ખંડણી માગવા પ્રકરણે ધરપકડ કરવામાં આવી છે.



« (Previous News)