Main Menu

બાબરાના શૈલેષ ભટ્ટે રૂા.120/- કરોડના બીટકોઇન પડાવી લીધેલા : શ્રી કોટડીયા

અમરેલી,
સુરતનાં એક બિલ્‍ડર પાસે સીબીઆઇ અને અમરેલી પોલીસે બીટકોઇન મામલે 12 કરોડનો તોડ કર્યો હોવાના થયેલા આક્ષેપને પગલે ચાલી રહેલી તપાસમાં ધારી-બગસરાના પૂર્વધારાસભ્‍ય શ્રી નલિનભાઇ કોટડીયાએ ધડાકો કરતા જણાવ્‍યું છે કે, જેમણે ખોટી ફરિયાદ કરી છે તે બિલ્‍ડર શૈલેષ ભટ્ટ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામના વતની છે અને તેમની સામે ચીટીંગના જુદા-જુદા 28 ગુના છે અને તેમણે નાના ગરીબ માણસોના જમા થયેલા 120 કરોડના બીટકોઇન બનાવટી ઇન્‍કમટેક્ષ ઓફિસર બની પડાવી લીધા હતાંઅને તેની ચાલી રહેલી તપાસનો રેલો અમરેલી પોલીસ દ્વારા તેમની નીચે પહોંચતા તેમણે પોલીસને દબાવવા માટે ખોટી ફરિયાદનું નાટક રચ્‍યું છે.