Main Menu

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ ને આવકારવા વડાપ્રધાન પ્રોટોકોલ તોડીને એરપોટ પહોંચ્યા

નવી દિલ્હી, તા. 10 માર્ચ 2018, શનિવાર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોની સાથે તેમની પત્ની બ્રિગિટ પણ આવ્યાં છે. શનિવારે સવારે મેક્રો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા અને આતંકવાદ જેવાં મુદ્દે વાતચીત થવાની આશા છે. મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી છે. મેક્રો જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી આવનારાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે.« (Previous News)error: Content is protected !!