Main Menu

અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં

અમરેલી, તા.૧૦ માર્ચ, ૨૦૧૮ શનિવાર

ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ, મહિલા સંમેલન કાર્યક્રમને દીપ પ્રગટાવી ખૂલ્લો મૂક્યો હતો.

અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, સ્‍ત્રી શક્તિ સ્‍વરૂપ છે. દીકરી બે કુળને તારે છે, તેમને સંસ્‍કાર સાથેનું શિક્ષણ આપવામાં આવે તે જરૂરી છે. રાજય સરકારે સ્‍ત્રીશિક્ષણને મહત્‍વ આપી કન્‍યા કેળવણી કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. રાજયની મહિલાઓને આર્થિક રીતે સ્‍વનિર્ભર બનાવવા પશુપાલન, આરોગ્ય, ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ જેવી અનેકવિધ પ્રવૃત્તિ માટે જુદી-જુદી સહાય પૂરી પાડવામાં આવે છે.

શ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ ઉમેર્યુ કે, અમરેલી-ગાયકવાડી રાજય, તેમાં મફત અને ફરજિયાત શિક્ષણ હતુ. રાજય સરકારે પણ સ્‍ત્રી શિક્ષણને મહત્‍વ આપી વિદ્યાર્થીનિઓને ગણવેશ-સાયકલ-શિષ્‍યવૃત્તિ તેમજ ફીમાં રાહત આપવાની જોગવાઇ કરી છે. રાજયમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ પણ કરવામાં આવ્‍યો છે. આમ, રાજય સરકાર મહિલા વિકાસના કાર્યો માટે સતત પ્રયત્‍નશીલ છે.

આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ, જ્યાં નારીઓનું સન્‍માન થાય છે ત્‍યાં દેવતાઓનો વાસ થાય છે. તેમણે ભારતીય સંસ્‍કૃત્તિમાં મહિલાઓના સન્‍માન-ગરિમા અને મહિલાઓની શક્તિ વિશે જણાવ્યું હતુ. તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને કેન્‍દ્ર-રાજય સરકારની મહિલાલક્ષી યોજનાઓની વિગતો આપી હતી.

શાબ્‍દિક સ્‍વાગત કરતા જિલ્‍લા કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્યું કે, સ્‍ત્રીઓની ગરિમા-અસ્‍મિતા જાળવવી એ ભારતીય પરંપરા-સંસ્‍કૃત્તિ છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. સૌરાષ્‍ટ્રના વીરાંગનાઓ અને વિવિધ ક્ષેત્રની ખ્‍યાતનામ મહિલાઓના પ્રેરણાદાયી વ્‍યક્તિત્વની યાદોને તાજી કરી હતી.

લાઠી તાલુકા પોલીસ સબ ઇન્‍સપેકટરશ્રી આહિરે અને આઇસીડીએસના હિરલબેન અજમેરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સ્‍ત્રીસશક્તિકરણની વિગતો રજૂ કરી હતી. આઇસીડીએસ વર્કર-તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને આ પ્રસંગે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આરોગ્ય શાખાના આશા બહેનોને સાડી વિતરણ કરવામાં આવેલ. જિલ્‍લાના શ્રેષ્‍ઠ પશુપાલક મહિલાઓને પણ આ પ્રસંગે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જુદી-જુદી યોજનાઓના મહિલા લાભાર્થીઓને સાધન તેમજ ચેક સહાય અર્પણ કરવામાં આવેલ.

ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયા, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ કલેકટરશ્રી સંજય અમરાણી, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે સહિતના મહાનુભાવોએ સ્‍વચ્‍છતા રથને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતુ.

કાર્યક્રમમાં નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી માંકડ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી ડોબરીયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. નરોડીયા, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, મુખ્‍ય જિલ્‍લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જગદીશ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સતાણી, શ્રી પ્રજાપતિ, મામલતદારશ્રી જાદવ, નગરપાલિકા પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા, ચીફ ઓફિસરશ્રી, અગ્રણી સર્વશ્રી મયુરભાઇ હિરપરા, શ્રી શરદભાઇ લાખાણી, શ્રી રેખાબેન માવદીયા, શ્રી અલ્‍કાબેન દેસાઇ, શ્રી જીતુભાઇ ડેર, શ્રી મોટાભાઇ સાવંટ સહિતના મહાનુભાવો તેમજ આઇસીડીએસ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી અને આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

નવા ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે યોજવામાં આવેલ બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારિત મહિલા સંમેલન કાર્યક્રમમાં બાળાઓએ રાસ-ગરબા અને બેટી બચાઓ બેટી પઢાઓ અને લિંગ પરીક્ષણ કરવું-કરાવવું ગુન્‍હો નાટિકાઓ સહિતની સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરતા મહાનુભાવોએ તેમને રોકડ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેને કર્યુ હતુ.


error: Content is protected !!