Main Menu

ધોરાજીમાંથી ૩૧૨૪૩૩ ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદ કરાઈ

ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં મગફળી ખરીદીના અંતિમ દિવસ સુધીમાં કુલ ૩,૧૨,૪૩૩ ગુણી મગફળીની ખરીદી કરતા કુલ ૫૨૬૭ ખેડૂતોને લાભ મળ્યો હતો. ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના દરે મગફળીની ખરીદી શરૃ થયેલ. મગફળી ખરીદીના પ્રથમ તબક્કામાં ૨,૯૬,૧૨૦ ગુણી, બીજા તબક્કામાં ૧૬,૩૧૬ ગુણી કુલ મળી ૩,૧૨,૪૩૩ ગુણીની ખરીદી થઈ હતી. મગફળી પ્રત્યેક ગુણી રૃા. ૧૫૭૫નાં ભાવ મુજબ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી હતી. કુલ ૩,૧૨,૪૩૩ ગુણી મગફળી પેટે ખેડૂતોને રૃ. ૪૯,૨૦,૮૧,૯૭૫નું ચૂકવણું થયું છે. ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના દરે મગફળી ખરીદ શરૃ થઈ ત્યારથી કુલ ૫૨૬૭ ખેડૂતોએ પોતાની મગફળી માર્કેટીંગ યાર્ડમાં વેચાણ અર્થે આવી હતી.« (Previous News)