Main Menu

ભારત-મ્યાંમાર સરહદ ૪.૮ કરોડની ૯૭ સોનાની લગડી ઝડપી

આસામ રાઇફલ્સના જવાનોએ, મણિપુરના ટેંગ્નોપાલ જિલ્લામાંથી, ભારત-મ્યાંમાર સરહદે એક વાહનમાંથી ૪.૮ કરોડની કિંમતની ૯૭ સોનાની લગડીઓ ઝડપી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઇમ્ફાલ-મોર્હ હાઈવે પર કુંન્ડેન્ગથાબી ચેક પોસ્ટ પર એક વાહનને અટકાવીને એક કરતા, તેમાંથી આ જથ્થો ઝડપાયો હતો. આ મોટરની ચેસીસના ખાંચામાં સોનું છુપાવેલું હતું. ટેંગ્નોપાલ જિલ્લામાંના કુંન્ડેન્ગથાબી ચેક પોસ્ટ પરથી આવાહન રાજ્યની સરહદેથી પાટનગર તરફ આગળ વધી રહ્યું હતું. ઝડપાયેલા વ્યક્તિને રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓને સોનાના જથ્થા સાથે સોંપી દેવાયો હતો તેમ આસામ રાઈફલ્સના પ્રવક્તાએ માહિતી આપી હતી.