Main Menu

ગુજરાત સરકારે સૌની યોજનામાં સાંતલી ડેમનો સમાવેશ કર્યો : શ્રી વિઠલાણી

img-20161008-wa0010
અમરેલી,
વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે અમરેલીમાં ગુજરાત સ્‍થાપના દિન નિમિતે સાંતલી યોજનાની જાહેરાત કરી હતી.એ પછી વર્ષો વિત્‍યા અને શ્રી મોદી હાલ વડા પ્રધાન તરીકે બિરાજમાન છે, પરંતુ સાંતલી યોજનાની કોઇ મોમેન્‍ટ કરવામાં આવી નથી.હાલ સ્‍થળ ઉપર કોઇ વ્‍યવસ્‍થા નથી કે કામ પણ શરૂ થયું નથી.પણ નવાઇની વાત એ છે કે અહિં સાંતલી સાઇટ ઉપર ડેમનું ઠેકાણુ ં નથી અને ગુજરાત સરકારે સૌની યોજનામાં સાંતલીનો સમાવેશ કર્યો છે તેથી સૌની યોજના આગળ વધે તે દરમિયાન સાંતલી ઉપર ડેમ બાંધવાની શરૂઆતથાય તો લોકોને ભરપુર ફાયદો થાય તેમ છે અને સિંચાઇને પણ રાહત થાય તેમ છે.એજ રીતે લાઠીના ગાગડીયા નદી ઉપર કુદરતી ડેમ બને તેવા સંજોગો છે અને જો ડેમ બને તો 50 ગામોને પીવાના પાણી ઉપરાંત સિંચાઇનો પ્રશ્‍ન હલ થાય તેમ છે.તેવું સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઇ વિઠલાણીએ અવધટાઇમ્‍સ સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ અને વધુમાં એવું પણ જણાવ્‍યું કે 2009થી મહુવાના ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા ટ્રેન માટે લડત શરૂ થઇ હતી.પાછળથી એ મોમેન્‍ટ અધુરૂ છોડી દિધેલ પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદે એ મુદો હાથમાં લઇને હવે મોમેન્‍ટને આપગ થપાવી છે.દ્વારકા અને નાથદ્વાર માટે પણ ટ્રેન સેવા અંગે રજુઆત થઇ છે.ઉદય એક્‍સપ્રેસ જામનગરને બદલે દ્વારકાથી શરૂ થાય તેની સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદનો ટેકો છે.તેમ શ્રી વિઠલાણીએ જણાવ્‍યું હતુ.નર્મદા નીરના પ્રશ્‍ને સૌરાષ્‍ટ્રના પાણીના પ્રશ્‍નો મહત્‍વના હોવાથી યુઘ્‍ધના ધોરણે કામગીરી પુરી થાય તેવા પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના પ્રયાસો છે.ઉપરાંત છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં એક પણ નવી જીઆઇડીસી મંજુર થઇ નથી તેથી લાઠી કુંકાવાવ, લીલિયામાં જીઆઇડીસીનો પ્રશ્‍ન પડતર છે તે મંજુર કરવામાં આવે અને અમરેલીથી જુનાગઢ બ્રોડગેજ માટે ઢસા, જેતલસર ટ્રેન ખીજડીયા સુધી હોય તેને જુનાગઢસુધી બ્રોડગેજ કરી દેવા આગામી બજેટમાં સમાવેશ કરાવવા પણ સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદની રજુઆત હોવાનું અને આગામી દિવસોમાં સૌરાષ્‍ટ્રના પ્રશ્‍નો અંગે સારૂ પરિણામ મળે તેવી ધારણા પણ વ્‍યક્‍ત કર્યાનું શ્રી દિનેશભાઇ વિઠલાણીએ જણાવ્‍યું હતુ.આ મુલાકાત વેળાએ દિલશાદભાઇ શેખ સાથે રહ્યા હતા.