Main Menu

હેવાનીયત ની હદ :પૌત્રીની ઉંમરની બાળાને ગર્ભવતી બનાવી, બે નરાધમ ઝબ્બે

રાજકોટ તા.14/03/2018

શહેરમાં હેવાનીયતની હદ વાળોટતી ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની પૌત્રી જેવડી ઉંમરની ૧૧ વર્ષની બાળાને ૬૭ અને ૫૩ વર્ષનાં બે વૃધ્ધે હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધાનો સભ્ય સમાજની આંખો શરમથી ઝૂકી જાય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભક્તિનગર પોલીસે પરોઢીયે ગુનો નોંધી બંને નરાધમ વૃધ્ધોને પકડી મહિલા પોલીસને સોંપી દીધા હતાં. પુછપરછમાં આ બંને આરોપીઓને કોઈ અફસોસ હોય તેવું પોલીસને લાગ્યું ન હતું. આ અગાઉ શહેરમાં એક ત્રણ વર્ષની માસુમ ફૂલસરીખી બાળાનું અપહરણ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતી તેને મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો હજુ લોકો ભૂલ્યા નથી. ત્યાં ૧૧ વર્ષની બાળાને ગર્ભવતી બનાવી દેવાયાનાં ઘૃણાસ્પદ કિસ્સાથી લોકોમાં આરોપીઓ પ્રત્યે ફીટકારની લાગણી જન્મી છે. શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્માવનાર આ કિસ્સામાં જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી નાનજી ધનજી જાવીયા (૬૭) બધીર છે અને તેની પુછપરછ માટે મહિલા પોલીસે પોતાનાં ગળા ફાડવા પડયા હતાં. જયારે અરવિંદ લખમણદાસ કુબાવત (૫૩) ને આંખે ઓછું દેખાય છે. નાનજીની પત્ની હયાત નથી. તે કડિયા કામ કરે છે. એક પુત્રી છે તે સાસરે છે. અરવિંદ નિવૃત્ત જીવન ગાળે છે. તેને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. જે સાસરે છે. એક પુત્રને માનસિક તકલીફ છે. બંને નરાધમ આરોપીઓનાં મોડીસાંજે મહિલા પોલીસે મર્દાનગી ટેસ્ટ કરાવ્યા હતાં. જેમાં નાનજી પાસ થઈ ગયો હતો. જયારે અરવિંદનો આવતીકાલે ફરીથી ટેસ્ટ કરાવવામાં આવશે. આ ફિટકાર જગાવનારી ઘટના અંગે પરોઢીયે ભોગ બનનાર બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, તેનાં પતિ માનસીક બીમાર હોવાથી કોઈ કામ ધંધો કરતા નથી. તેને સંતાનમાં એક પુત્રી છે. જે ૧૧ વર્ષની છે અને ધો.૭માં અભ્યાસ કરે છે. તેનાંથી નાનો દસ વર્ષનો પુત્ર છે ગઈ તા.૮મીએ તેની પુત્રીનું પેટ વધી ગયાનું તેનાં ધ્યાને આવતાં મહિલા ડોકટર પાસે તપાસ કરાવ્યા બાદ તેનાં કહેવાથી સોનો ગ્રાફી કરાવી હતી. બે લેડીઝ ડોકટરોએ સોનો ગ્રાફી કર્યા બાદ કહ્યું કે તેની પુત્રીને આઠ માસનો ગર્ભ છે. આ વાત સાંભળી તે ચોંકી ઉઠી હતી. તેણે પુત્રીને વિશ્વાસમાં લઈ પુછતાછ કરતાં તે સતત રડતી રહી હતી અને કોઈ જણાવ્યું ન હતું. એટલું જ નહીં બીમાર જેવી થઈ જતાં અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેણે સતત ત્રણેક દિવસ પુત્રીની પુછતાછ કરી હતી. અંતે તેની પુત્રીએ ગઈ ૧૨મીએ આપવીતી જણાવી કહ્યું કે, આઠેક માસ પહેલા આ બાજુનાં કવાર્ટરમાં રહેતાં નાનજીએ કામ માટે પોતાનાં કવાર્ટરમાં બોલાવી હતી ત્યારે ત્યાં બાજુનાં કવાર્ટરમાં રહેતો અરવિંદ પણ હાજર હતો. તે અંદર જતાં જ અરવિંદે કવાર્ટરનો દરવાજો બંધ કરી દીધા બાદ નાનજીએ તેને હવસનો શિકાર બનાવી હતી. આ પછી પણ અવારનવાર બંને તેને ઘરે બોલાવી એક ાસથે દેહ ચૂંથતાં હતાં આ વાત સાંભળી તે હતપ્રભ બની જતાં પરિવારનાં સભ્યોને બધી વાત ચીત કર્યા બાદ અંતે ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવતા ભક્તિનગરનાં પી.આઈ. ગઢવીએ ગેંગરેપ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી રાતોરાત બંને નરાધમ વૃધ્ધોને સકંજામાં લીધા હતાં. ત્યારબાદ બંનેને મહિલા પોલીસને સોંપ્યા હતાં. જે હવે આ કેસની તપાસ કરી રહી છે.« (Previous News)