Main Menu

અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું

રાજુલાના ધારાસભ્યનું સસ્પેન્શન તાત્કાલીક રદ્દ કરવામાં ન આવે તો જલદ આંદોલન કરવાને ચીમકી સાથે અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભામાં તા. ૧૪ના બનેલી ઘટના બાદ રાજુલ-જાફરાબાદા મત વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને ૩ વર્ષ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીને ઉગ્ર વિરોધ દ્રશાવવામાં આવ્યો હતો. સમાજ દ્વારા જણાવાયું છે કે અંબરીશભાઈ પોતાના વિસ્તારના વિકાસના મુદ્દે, ગરીબો, વંચીતો અને પછાત લોકોના વિકાસના મુદ્દે આલની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે જેને પરહિતાર્થે લેવામાં આવેલું પગલુ ગણાવીને તેમના સસ્પેન્શનના નિર્ણયને અન્યાયી ગણાવવામાં આવ્યો હતો. તેમણે સંપૂર્ણ લોકશાહી ઢબે રજૂઆત કરી હોવા છતાં જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમમસ્ત અમરેલી જિલ્લા આહીર સમાજ દ્વારા રાજેલીના ધારાસભ્યના સસ્પેન્શનનો નિર્ણય તાત્કાલીક રદ્દ કરવા માટે માગણી કરવામાં આવી છે અને જો સસ્પેન્શન પાછું લેવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.(Next News) »error: Content is protected !!