Main Menu

ઉના-અમદાવાદ વાયા દેવકા અને કુંભારીયા ડુંગર-માંડળ ચાલતી નાઇટ બસનાં ધાંધીયા

ડુંગર ,
છેલ્લા ઘણાં સમયથી આ બસ રાત્રીના ડુંગરથી ચાલે છે.રાત્રે ડુંગર થી ભાવનગર,અમદાવાદ જવા માટે આ એક જ બસ છે.જો આ બસને બંધ કરી દેવામાં આવશે તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, પણ થોડા સમયથી આ બસમાં ધાંધીયા ચાલી રહયાં છે. ઉના-અમદાવાદ બસમાં મુસાફરો ઓનલાઇન બુકિંગ કરે છે તો બસ તેમાં બતાવતા નથી.તેના લીધે મુસાફરોને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.

ઓનલાઇન બસનું બુકિંગ ન થતાં જયારે મુસાફરો દ્વારા ઉના એસ.ટી.ડેપોમાં ફોન કરવામાં આવે છે તો ત્‍યાંનાં અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય છે.

જો અમરેલી આ બાબતની ફરિયાદ અંગે ડિવીઝન કંટ્રોલરને ફોન કરવામાં આવે છે તો ડિવીઝન કંટ્રોલર મુસાફરો સાથે મન ફાવે તેમ, અપમાનજનક વર્તન કરે છે.જેથી મુસાફરોને આવી વિકટ પરિસ્‍થિતિનો સામનો કરવો પડે છે.
મુસાફરોની પરિસ્‍થિતિ સાંભળવાને બદલે એસ.ટી.તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહયા છે.


error: Content is protected !!